કોઈ હીરોના આવા ફૅન્સ જોયા નહીં હોય, કોઈ ઢોલ વગાડે છે, કોઈ રસ્તા પર નાચે છે, ક્યાંક રેલીઓ નિકળી રહી છે, તો ક્યાંક આતશબાજીઓ થઈ રહી છે : આપ પણ જુઓ VIDEOS

રજનીકાંતના ફન્સ પર સવાર થયો છે રજની ફીવર. રજનીકાંતના ફૅન્સ માટે તો પોંગલની ઉજવણી રજનીની ફિલ્મ પેટ્ટાની રિલીઝ સાથે જ શરુ થઈ ગઈ છે.

પેટ્ટા (PETTA) ફિલ્મનું ક્રૅઝ બૉક્સ ઑફિસ પર છવાતા પહેલા જ ફૅન્સ પર ચઢી ગયો છે. પેટ્ટા હિન્દીમાં 11 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને જોરદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને તસવીરો વાયરલ થયા છે કે જેમાં રજનીકાંતના ફૅન્સ થિયેટર્સની બહાર અને અંદર ડાન્સ કરી રહ્યાં છે. રજનીકાંતના મોટા-મોટા પોસ્ટર અને બૅનર લગાવવામાં આવ્યાં છે.

સિનેમા હૉલની અંદર રજનીકાંતની એન્ટ્રી પર લોકો સીસોટિઓ વગાડી રહ્યા છે, ખુશીથી ઝૂમી રહ્યા છે.

આ પણ વાંચો : હે રામ ! હવે 29 જાન્યુઆરી સુધી ટળ્યો રામ મંદિર કેસ, કોને અને કેમ નડ્યા જસ્ટિસ યૂ લલિત ?

આખુ દક્ષિણ ભારત રજનીફાઇડ થઈ ગયું છે. સડકો પર રેલીઓ કાઢવામાં આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં લોકો થિયેટરની બહાર ઢોલ પર નાચી રહ્યા છે. દરેક વખતે રજનીકાંતની ફિલ્મ રિલીઝના સમયે આવો જ માહોલ જોવા મળે છે.

ટ્રેડ એક્સપર્ટની માનીએ, તો ગૅંગસ્ટર ડ્રામા મૂવી પેટ્ટા પહેલા જ દિવસે 15થી 20 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ ભારત અને અમેરિકાના અંદાજિત આંકડા છે.

આ અગાઉ રજનીકાંત ધ થલાઇવાની 2.0 ફિલ્મે બંપર કમાણી કરી હતી. બૉક્સ ઑફિસ પર પેટ્ટા અને અજીતના વિસ્વાસમ વચ્ચે ટક્કર છે. બંને એક્શન ફિલ્મો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જોવાનું એ રહે છે કે પોંગલ વીકલમાં કઈ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પોતાનો જાદૂ પાથરે છે.

આ પણ વાંચો : બપોર બાદ કુંભમાં આવશે ચંદ્ર : કઈ રાશિઓ પર થશે ફાયદાઓનો વરસાદ ? કઈ રાશિઓ પર ફૂટશે નુકસાનીનો બૉંબ ? જાણવા માટે CLICK કરો

પેટ્ટા ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકી, ત્રુષા, બૉબી સિન્હા, વિજય સેથુપથી, સિમરન બગ્ગા પણ લીડ રોલમાં છે. ફિલ્મને કાર્તિક સુબ્બારાજે ડાયરેક્ટ કરી છે. પેટ્ટા હિન્દી, તામિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ છે.

હાલ તો આપ જુઓ રજનીકાંતના ફૅન્સની દીવાનગી VIDEOS :

https://twitter.com/Aravind6kumar/status/1083118694354436096

https://twitter.com/RJAadhi/status/1083129397941424128

https://twitter.com/rajinifans/status/1083077049164722176

[yop_poll id=540]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Miscreant arrested for killing a man over an old rivalry in Ramol- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

બપોર બાદ કુંભમાં આવશે ચંદ્ર : કઈ રાશિઓ પર થશે ફાયદાઓનો વરસાદ ? કઈ રાશિઓ પર ફૂટશે નુકસાનીનો બૉંબ ? જાણવા માટે CLICK કરો

Read Next

કુંભ દરમિયાન સંગમનું પાણી બની જશે અમૃત, તપાસ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ વૈજ્ઞાનિકો

WhatsApp chat