મત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને ‘ડ્રીમ ગર્લ’નો આ અવતાર

મથુરામાં મતદારોને આકર્ષવા માટે ડ્રીમ ગર્લ હેમા માલિની પણ ખેતરમાં પાક કાપતા જોવા મળી રહ્યા છે. હેમા માલિની અત્યારે ચૂંટણી જીતવા માટે ગામે ગામ ફરી રહ્યા છે. એટલું જ નહીં, હેમા માલિની ખેતરમાં જઇને પાક કાપતા જોવા મળી રહ્યા છે.

ફિલ્મ કલાકાર અને ભાજપના સાંસદ હેમા માલિની જેવા ખેતરમાં પહોંચ્યા ખેડૂતો તેમને જોઇને ખુશ થઇ ગયા હતા. હેમા માલિનીએ દરેકને ખબર અંતર પુછ્યા, અને કહ્યું કે મારે પણ પાક કાપવો છે. ત્યારબાદ હેમા માલિનીએ પાક પણ કાપ્યો જેને જોઇને લોકો ઘણા જ ખુશ થઇ ગયા હતા. હેમા માટે તેનું આ રૂપ ઘણુ જ અલગ હતું.

READ  મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

આ પહેલીવાર નથી કે હેમા માલિનીએ ખેતરમાં જઇને પાક કાપ્યો હોય. આ પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં પણ હેમા માલિનીએ ખેતરમાં પાક કાપતા જોવા મળ્યા હતા અને આ રીતે તેમમે લોકોનાં દિલ જીત્યા હતા.

હેમા માલિની આમ તો મોટી સ્ટાર છે અને તડકામાં નીકળતા જ તેમના સમર્થકો છત્રી લઇને તેમની સાથે ચાલે છે.

READ  ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

Oops, something went wrong.

FB Comments