VIRAL કેટલું રીઅલ ? શું પ્રયાગરાજને કુંભ 2019 માટે મક્કા જેટલું સુંદર બનાવવામાં આવી રહ્યું છે ?

Viral Image of Kumbh Mela preparations
Viral Image of Kumbh Mela preparations

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનાથી કુંભમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે કે એક તસવીર. દાવો છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કુંભમેળા માટે જે તૈયારી કરી છે તેના આ દ્રશ્યો છે ત્યારે શું છે આ તસવીરનું સત્ય?

ભારતમાં કુંભમેળાનું ખૂબ જ મહત્વ રહેલું છે. મહત્વના ચાર કુંભમેળામાં પ્રયાગ ખાતે આયોજીત કુંભમેળાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષ 2019માં 14 જાન્યુઆરીથી 4 માર્ચ સુધી અર્ધ કુંભમેળાનું આયોજન થયું છે ત્યારે અંદાજ છે કે કરોડો લોકો પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ પહોંચશે. યુપી સરકારે પણ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે એક તસવીર. આ તસવીરને શેર કરી લોકો દાવો કરી રહ્યા છે કે આ કુંભમેળાની તૈયારીના દ્રશ્યો છે. લોકો યુપી સરકારની પ્રશંસા કરી રહ્યા છે. યુપીની યોગી સરકારે જૈ તૈયારી કરી છે તેની આ તસવીર હોવાનો દાવો થઈ રહ્યો છે.

READ  પત્રકારનો દાવો, પાકિસ્તાની સેના ભારે હથિયારો સાથે ભારત-પાક. બોર્ડર તરફ આગળ વધી રહી છે
Viral Image of Kumbh Mela preparations
Viral Image of Kumbh Mela preparations

વિજયાલક્ષ્મી શુક્લાએ તસવીર શેર કરીને લખ્યું આ સાઉદી અરબના દ્રશ્યો નથી પરંતુ યોગી સરકાર દ્વારા કુંભ મેળાની તૈયારીના દ્રશ્યો છે. આખરે લખવામાં આવે છે જય હો યોગી સરકાર કી. વાયરલ મેસેજમાં પણ આજ દાવો કરવામાં આવ્યો. શૈલેન્દ્રસિંહે પણ તસવીર શેર કરીને યોગી સરકારની પ્રશંસા કરી. હવે તસવીર પર નજર કરીએ તો તેમાં હજારોની સંખ્યામાં ટેન્ટ જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં લાઈટનો પ્રકાશ પથરાયેલો જોવા મળે છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વાયરલ તસવીર પ્રયાગરાજની છે કે નહીં ? તસવીરનો દાવો સાચો છે કે ખોટો ? આ સવાલો સાથે અમે તસવીરની તપાસ હાથ ધરી.

READ  પાકિસ્તાન ખડકી રહ્યું છે સરહદ પર હથિયારો, તોપ અને ફાઈટર જેટ કર્યા તૈનાત

 

Image goes viral on facebook
Image went viral on FaceBook

અર્ધકુંભ મેળામાં હજારો ટેન્ટથી લઈ અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે માટે આ તસવીર લોકોને પ્રયાગરાજની લાગે એ સ્વાભાવિક છે પરંતુ હકીકત શું છે તે જાણવું જરૂરી હતું માટે અમે ઈન્ટરનેટ પર તપાસ હાથ ધરી. સૌ પ્રથમ તો ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચમાં તપાસ કરી જેમાં અમને માહિતી મળી કે આ તસવીર પ્રયાગરાજની નહીં પરંતુ મક્કાની છે. અમને વધુ એક લિંક પણ મળી, જેમાં મક્કા મદિનાના ઘણા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને તેમાંથી જ એક તસવીર વાયરલ થઈ હતી. આ છે એ તસવીર જે વાસ્તવમાં મક્કાની છે. મક્કા મદિનામાં પણ લાખો લોકો હજ યાત્રા કરવા માટે પહોંચતા હોય છે જ્યાં આજ રીતે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. માટે મક્કાની આ તસવીરને લોકો ખોટી રીતે કુંભમેળાની તસવીર સમજી રહ્યા છે.

READ  હવે ભાજપમાં ગૃહયુદ્ધ: શું 2019માં યોગી અને મોદી જ આવશે એકબીજાની સામસામે ?
Viral photo being passed off as Kumbh Mela is fake
Viral photo being passed off as Kumbh Mela is fake

તો હવે આપને વાયરલ તસવીરની સમગ્ર હકીકત જણાવી દઈએ.વાયરલ તસવીર મક્કા-મદિનાની છે. ખોટી માહિતી સાથે તસવીર શેર થઈ રહી છે તો હવે જો તમારી પાસે પણ આ તસવીર ફોરવર્ડ થઈને આવે તો તમારે તસવીર શેર કરતા પહેલા સાચી માહિતી ધ્યાનમાં રાખજો.

[yop_poll id=119]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

One more case of suspected Congo fever reported in Bhavnagar| TV9GujaratiNews

FB Comments