VIRAL કેટલું રીઅલ ? : મદ્રેસામાં ધાર્મિક ભેદભાવના શિક્ષણનું સત્ય

Madrasa Teacher Showing Islam as 'Superior'

Madrasa Teacher Showing Islam as ‘Superior’

સોશિયલ મીડિયામાં એક મદ્રેસાની તસવીર ખુબજ વાયરલ થઈ રહી છે.આ તસવીરનો દાવો છે કે મદ્રેસામાં બે ધર્મોની સરખામણી કરવામાં આવી રહી છે. તસવીર શેર કરીને લોકો સામસામે રોષ ઠાલવી રહ્યા છે.ત્યારે શું છે આ વાયરલ તસવીરની હકીકત? જુઓ આ અહેવાલમાં.

Madrasa Teacher Showing Islam as 'Superior'
Viral Pic of Madrasa Teacher Showing Islam as ‘Superior’

સોશિયલ મીડિયામાં ધર્મ અને રાજકારણ પર ઘણા સમાચારો ફેલાતા હોય છે જેની સામે હંમેશા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓએ સાવધાન રહેવાની જરૂર છે.. ફેક ન્યૂઝની જાળમાં ફસાઈને ઘણા લોકો પોતાના પગ પર કુહાડી મારી બેસે છે.. અને સમાજમાં અનેક બદીઓ ફેલાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એક મદ્રેસાની તસવીર.આ તસવીર એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે તેમાં મૌલવીના બ્લેકબોર્ડ પર બે ધર્મની વાત કરવામાં આવી છે. તસવીર પર નજર કરીએ તો.તેમાં એકતરફ હિન્દુઈઝમ લખવામાં આવ્યું છે તો બીજીબાજુ લખ્યું છે ઈસ્લામ. હિન્દુઈઝમની નીચે ત્રણ મુદ્દા છે.યોગ, જનેઉ અને મંગલસૂત્ર. આ ત્રણેય ખોટા હોય એ રીતે બ્લેકબોર્ડ પર દર્શાવવામાં આવ્યું છે. બીજીબાજુ ઈસ્લામની નીચે લખ્યું છે.હલાલા, ખતના અને બુર્કા અને આ ત્રણેયની સામે ખરાનું નિશાન છે.આખરે હિન્દુઈઝમની નીચે કુલ સંખ્યા શૂન્ય જોવા મળે છે. અને ઈસ્લામની નીચે કુલ સંખ્યા છે ત્રણ.લોકો આ તસવીર શેર કરીને મદ્રેસા પર રોષ ઠાલવી રહ્યા છે.ફેસબૂક, ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા માધ્યમોમાં આ તસવીર શેર થઈ રહી છે.

Viral image of Madrasa teacher
Viral image of Madrasa teacher

વાયરલ થઈ રહેલી આ તસવીરને શેર કરી વાયરલ પ્રથમ મેસેજમાં લખવામાં આવ્યું છે ધ્યાનથી જુઓ કેવી રીતે આ કાઝી ખાતૂનને શિખવાડી રહ્યો છે કે ઈસ્લામથી યોગ્ય બીજો કોઈ ધર્મ નથી અને એજ સરખામણી જોવા મળી જે બ્લેકબોર્ડ પર જોવા મળી.બીજા વાયરલ મેસેજમાં પણ હિન્દુઈઝમને શૂન્ય અને ઈસ્લામને ત્રણ માર્ક્સ આપવામાં આવ્યા. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે તારેક ફતહની કથિત ટ્વીટમાં પણ આ જ તસવીર જોવા મળી.આ મેસેજમાં પણ આજ તસવીર જોવા મળી.જે બાદ આ તસવીર પંખ લાગી ગયા અને સોશિયલ મીડિયામાં હાથોહાથ વહેંચાઈ રહી છે. લોકો તસવીર શેર કરી રોષ ઠાલવે છે.પરંતુ આ તસવીરનું સત્ય શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું ન હતું.માટે અમે આ તસવીરની તપાસ હાથ ધરી.

Tarek Fatah on Viral image of madrasa teacher
Tarek Fatah on Viral image of madrasa teacher

વાયરલ તસવીરની તપાસ પહેલા અમુક સવાલો થઈ રહ્યા હતા કે, વાયરલ તસવીરમાં જે જોવા મળે છે તે કેટલું સાચું છે ? વાયરલ તસવીર ક્યાંની છે ? શું આ તસવીર એડિટ કરવામાં આવી છે ? આ સવાલો સાથે અમે વાયરલ તસવીરની તપાસ હાથ ધરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે તસવીરની હકીકત શું છે.

સૌ પ્રથમ તો અમે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચમાં આ તસવીરની તપાસ કરી. અને તસવીરને લગતી કોઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.અમને ગૂગલમાં જે તસવીર મળી તેણે વાયરલ તસવીરની પોલ ખોલી દીધી. અસલી તસવીરમાં બ્લેકબોર્ડ પર ધાર્મિક શિક્ષણ નહીં પરંતુ સંસ્કૃતનું શિક્ષણ અપાઈ રહ્યું હતું.એક હિન્દી ન્યૂઝ વેબસાઈટમાં પણ આ મદ્રેસા વિશે માહિતી આપવામાં આવી હતી. જે મુજબ આ વાયરલ તસવીરની હકીકત એ છે કે વાયરલ તસવીર ગોરખપુરના મદ્રેસાની છે.અહીં મદ્રેસામાં સંસ્કૃત શિખવાડવામાં આવે છે. વાયરલ તસવીર એડિટ કરીને બનાવવામાં આવી છે.આમ કેવી રીતે એક સુંદર ચિત્રને સોશિયલ મીડિયામાં નકારાત્મક વિચારો સાથે શેર કરવામાં આવે છે તે આ વાયરલ તસવીરને જોતા સમજી શકાય છે.

Original image of madrasa teacher
Original image of madrasa teacher

અહીં વિદ્યાર્થિનીઓને સંસ્કૃત શિખવાડવામાં આવે છે.અને મૌલવી પણ ખુબજ ઉત્સાહ સાથે સંસ્કૃતના શ્લોક બ્લેકબોર્ડ પર લખી રહ્યા છે. આ એક સાચા ભારતની તસવીર છે.પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ વાત પર ગર્વ હોવું જોઈએ ત્યારે અમુક લોકો નકારાત્મક સંદેશ ફેલાવી રહ્યા છે.

આમ અમારી તપાસમાં વાયરલ તસવીર ખોટી સાબિત થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ દરેક વીડિયો કે તસવીર સાચી જ હોય તેવું માની લેવાની જરૂર નથી. કારણ કે આ રીતે વાયરલ તસવીર તમને ભ્રમિત કરી શકે છે.જેનાથી સાવધાન રહેવાની જરૂર છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gir Somnath: Dalit youth allegedly thrashed by police in Una| TV9GujaratiNews

 

FB Comments

TV9 Web Desk1

Read Previous

ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ પહેલાં જ રજનીકાંત અને અક્ષય કુમારની ‘2.0’ પર લાગી શકે છે મોટું ગ્રહણ

Read Next

આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!

WhatsApp પર સમાચાર