VIRAL કેટલું રીઅલ ? IAS ટોપર યુવતીની તસવીરનું વાઈરલ સત્ય

Viral photo of IAS Topper Pulling Her Father in a Rickshaw
Viral photo of IAS Topper Pulling Her Father in a Rickshaw

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે એક યુવતીની તસવીર. આ તસવીરમાં દાવો કરાયો છે કે રિક્ષાગાડી ચલાવનારની દીકરી IAS ટોપર બની ત્યારે પિતાને રિક્ષાગાડીમાં બેસાડી તે બજારમાં નિકળી. કોઈને પણ ગર્વ થાય તેવા આ દ્રશ્યો છે પરંતુ વાસ્તવમાં આ તસવીરની હકીકત શું છે ? જુઓ આ અહેવાલમાં.

Viral photo of IAS Topper Pulling Her Father in a Rickshaw
Viral photo of IAS Topper Pulling Her Father in a Rickshaw

દરેક માતા-પિતાને ગર્વનો અનુભવ થાય છે જ્યારે તેમની દીકરી કે દીકરો IAS ટોપર બને. ત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ આ તસવીરે સૌ કોઈના દિલ જીતી લીધા છે. તસવીરને શેર કરી દાવો થઈ રહ્યો છે કે આ યુવતી IAS ટોપર બની છે. આપને અમુક વોટ્સએપ મેસેજ બતાવી દઈએ કે જેમાં બેટી પઢાઓનો સંદેશ અપાયો છે. તેમજ લખવામાં આવ્યું છે કે રિક્ષા જે ખેંચી રહી છે તે કન્યા IAS ટોપર છે. રિક્ષામાં જે વ્યક્તિ બેઠી છે એ તેના પિતા છે જે આ રિક્ષા ખેંચી ગુજરાન ચલાવે છે. પિતાનો આભાર વ્યક્ત કરવા દીકરી કોલકાતાના રસ્તા પર ફરી. હવે સ્વાભાવિક છે કે આ પ્રેરણાત્મક ગણાતી તસવીર કોઈને પણ ગમે માટે હાથોહાથ શેર થઈ તેમજ ગુજરાતમાં પણ આ તસવીરની ખૂબ જ ચર્ચા છે.

READ  VIDEO: CM રૂપાણીની કારનું PUC અને વીમો નથી તેવી ખોટી માહિતી ફેલાવનારાની અટકાયત
Pic of a Young Girl Pulling the Hand Rickshaw goes viral on WhatsApp

એક નજર કરીએ વાઈરલ તસવીર પર તો તેમાં ખૂબ જ ખુશમિજાજ અંદાજમાં રિક્ષાગાડી ખેંચતી યુવતી જોવા મળી રહી છે તેના ખભા પર એક બેગ છે અને પાછળ રિક્ષાગાડીમાં એ વ્યક્તિ જોવા મળી રહી છે જેને લોકો યુવતીના પિતા ગણાવી રહ્યા છે. યુવતીની પાસે સ્કૂલ યુનિફોર્મમાં અમુક બાળકો ખૂબ જ આશ્ચર્ય સાથે આ દ્રશ્યો જોઈ રહ્યા છે. નવીન ગુપ્તાએ આ તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું કે દેશની આ દીકરીને સલામ અને સફળતા માટે શુભકામના. અંશુ રસ્તોગીએ પણ ટ્વીટ કરતા લખ્યું બેટી બચાઓ, બેટી પઢાઓ. તો આ તરફ અંશુ ગુપ્તાએ લખ્યું દરેક રાજ્ય સરકારે પિતા અને દીકરીનું સન્માન કરવું જોઈએ. આ તસવીર વધુ ચર્ચામાં ત્યારે આવી, જ્યારે તમિલનાડૂ કોંગ્રેસના નેતા ડૉક્ટર જે અસ્લમ બાશાએ શશી શરુરના ટ્વીટને રિટ્વીટ કર્યું અને તેમણે પણ આ યુવતીને IAS ટોપર ગણાવી હતી.

Reaction on viral image of a Young Girl Pulling the Hand Rickshaw
Reaction on viral image of a Young Girl Pulling the Hand Rickshaw

ભારતમાં એવા ઘણા IAS બન્યા છે કે જે ગરીબ પરિવારમાં ઉછર્યા હોય ઓછી સુવિધામાં પણ સારા પરિણામ લાવી શક્યા હોય ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વાઈરલ તસવીર પણ આવા જ એક સંઘર્ષની કહાની છે? વાસ્તવમાં આ યુવતી IAS છે કે નહીં ? વાઈરલ તસવીર ક્યાંની છે ? શા માટે આ તસવીર વાઈરલ થઈ રહી છે? આ સવાલો સાથે અમે તસવીરની તપાસ હાથ ધરી.

READ  ડાંગમાં નદીમાં તણાયા 3 યુવાનો, જુઓ LIVE VIDEO

અમારી ટીમ દ્વારા સૌ પ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચમાં આ તસવીરની તપાસ હાથ ધરાઈ. ત્યારે જ ગૂગલમાં અમને આ તસવીરને લગતા અમુક અહેવાલ જોવા મળ્યા. જેમાંથી એક ન્યૂઝ વેબસાઈટમાં લખ્યું હતું કે આ યુવતી IAS નથી.

અમે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તપાસ હાથ ધરી ત્યારે અમને આ યુવતીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ મળી આવ્યું જેમાં તેનું નામ લખ્યું હતું શ્રમોના પોદ્દાર. અમે શ્રમોનાની અમુક પોસ્ટ તપાસી જોઈ ત્યારે જ અમને એ તસવીર પણ મળી જે વાઈરલ છે તેણે લખ્યું હતું કે બાળપણમાં તે રિક્ષાગાડીમાં પ્રવાસ કરતી હતી. માટે તે જોવા માગતી હતી કે વાસ્તવમાં રિક્ષાગાડી ચલાવવું કેટલું મુશ્કેલ છે.એક હિન્દી ન્યૂઝ વેબસાઈટને ઈન્ટરવ્યૂ આપતા શ્રમોનાએ જણાવ્યું હતું કે તે IAS ટોપર નથી. તો હવે આપને સમગ્ર હકીકત જણાવી દઈએ વાઈરલ યુવતીનું નામ છે શ્રમોના પોદ્દાર તે IAS ટોપર નથી અને તેના પિતા ડૉક્ટર છે. શ્રમોના એક ટ્રાવેલ બ્લોગર છે. શ્રમોના જ્યારે કોલકાત્તામાં હતી ત્યારે તેણે રિક્ષાગાડી ચાલકને બેસાડી જાતે જ રિક્ષાગાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેના મિત્રએ આ તસવીર ક્લિક કરી હતી. જે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા તસવીર વાઈરલ થઈ ગઈ માટે જે લોકોએ હવે આ તસવીર શેર કરવી હશે તેમણે સાચી માહિતી પણ શેર કરવી.

READ  જો તમે WhatsApp યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા
Mishti & Meat:Instagram account
Mishti & Meat:Instagram account

 

Mishti & Meat:Instagram account
Mishti & Meat:Instagram account

આમ અમારી તપાસમાં વાઈરલ તસવીરનો દાવો ખોટો સાબિત થયો છે આ યુવતીની તસવીર ખોટી માહિતી સાથે શેર થઈ રહી છે.

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=79]

Gadhinagar: Cabinet meeting to be held today, decisions regarding crop insurance might be taken

FB Comments