વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે તે તસવીર વિશેની જાણો સાચી હકીકત

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરતા હોય એ પ્રકારનો એડિટ કરેલો ફેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટોના કેપશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીને કહે છે કે રાહુલ ગાંધીને કહો કે તે રૂ.72 હજાર અને 22 લાખ નોકરીની વાત ના કરે કારણ કે, નહીં તો મારે ફરી ગુજરાત જવું પડશે અને ત્યાંના લોકો પણ મારા જૂઠાણમાં નહીં ફસાય.

 

આ ફોટાની ખરાઈ કરતાં માલૂમ પડ્યું કે ખરેખર આ ફોટો 26 સપ્ટેમ્બર-2013નો છે જ્યારે ભાજપ દ્વારા ભોપાલ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ચરણ સ્પર્શ કર્યા હતા.

આ સાથે એવું પણ જાણવા મળ્યું કે આ જ ફોટાને ઘણી વખત અલગ-અલગ વ્યક્તિઓના ચરણ સ્પર્શ કરતાં હોય એ રીતે વાયરલ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ હૈદરાબાદથી લોકસભાના સાંસદ ઓવૈસીનો પણ આ જ પ્રકારનો ફોટો વાયરલ થયો હતો. જ્યારે એક ફોટોમાં વડાપ્રધાન મોદી અકબરૂદીન ઓવૈશી અને એક ફોટોમાં સાઉદીના રાજાના ચરણ સ્પર્શ કરતાં હતા.

 

Gir National Park to remain shut for four months from today | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ચોંકાવનારા ચૂંટણીના આંકડાઓ! લોકસભા 2014ની ચૂંટણીમાં 80 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, PM બનવાના સપના જોનારા માયાવતીની પાર્ટીના 90 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, જાણો કોંગ્રેસ-ભાજપની સ્થિતિ શું છે?

Read Next

ફ્રેચ મીડિયાનો દાવો, રાફેલ ડિલ બાદ અનિલ અંબાણીની કંપનીને ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી

WhatsApp પર સમાચાર