પૈસાના વરસાદના કારણે નહીં, પરંતુ એક વૃદ્ધના અનોખા ડાન્સના કારણે VIRAL થયો આ ડાયરાનો VIDEO

સૌરાષ્ટ્રમાં અવારનવાર ડાયરાનું આયોજન થતું હોય છે. અને ડાયરામાં થતા પૈસાના વરસાદના વીડિયોઝ આપણે સોશિયલ મીડિયા પર જોતા રહીએ છીએ. પરંતુ આ વખતે અમરેલીમાં આયોજિત એક ડાયરાનો વીડિયો વાયરલ થયો છે પરંતુ તે માત્ર પૈસાના વરસાદના કારણે નહીં પરંતુ કોઈક બીજા કારણે.

આ ડાયરામાં એક વૃદ્ધે એવો તે ડાન્સ કર્યો કે ત્યાં હાજર યુવાનો પણ અચંબામાં પડી ગયા. અને ત્યાં ભેગા થયેલા લોકો પણ ઝૂમી ઉઠ્યા. આ ડાન્સનો વીડિયો હાલ ફેસબૂક, યૂટ્યુબથી લઈને વ્હોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ પર શેર કરાઈ રહ્યો છે.

 

ગણતંત્ર દિવસની રાત્રિએ અમરેલીની બાબરા નગરપાલિકામાં ગૌશાળાના લાભ માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર મીરા આહિર અને નારણ ઠાકર પર લોકોએ ખૂબ પૈસાનો વરસાદ કર્યો.

પરંતુ જેવું નારણ ઠાકરે શિવ કો ભજો દેવ દિન રાત ભોલે કો ભજો દેવ દિનરાતનો રાગ છેડ્યો તે ત્યાં હાજર બીડ પણ થીરકવા લાગી. સામાન્ય રીતે પૈસાના વરસાદના કારણે વાયરલ થતાં લોકડાયરાના વીડિયોઝ હાલ આ વૃદ્ધના અનોખા ડાન્સના કારણે ચર્ચાનો વિષય બન્યા છે.

જુઓ VIDEO:

[yop_poll id=906]

A'bad: Case of selling of cannabis and liquor at Ramdevnagar; HM assures actions against responsible

FB Comments

TV9 Web Desk3

Read Previous

નોકરી કરો તો આ મહાશય જેવી જેમણે એક પણ દિવસ રજા ન લીધી અને કમાયા કરોડો રૂપિયા !

Read Next

આજે ગાંધીજી નિવાર્ણદિન, જાણો આ 5 અભિનેતા વિશે જેમણે ગાંધીજીના પાત્રને ફિલ્મોના ઈતિહાસમાં અમર બનાવી દીધું !

WhatsApp chat