પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉપાડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો ‘વાહ, અમદાવાદ પોલીસ’ !

પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો,સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઈ રામના નારા લગાવ્યા..

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા દરમિયાન એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોલીસની ધરપકડથી બચવા ખાટલાનો આસરો લીધો પણ પોલીસે આરોપી ને ખાટલા સહીત ઉંચકી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

આ પણ વાંચો : જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાવવાથી ચીનને લાગી રહ્યો છે ડર, કરોડો રૂપિયાના રોકાણ પર થશે સીધી અસર

પોલીસને ખાટલામાં એક વ્યક્તિને લઇ જતા વિડ્યો જોઇ રહ્યા છો તે અમદાવાદના સરદારનગર વિસ્તારના જ્યાં ગુરૂવારની મોડી રાતે ઝોન-4 ડીસીપી નીરજ બળગુર્જર ,એસીપી સહિત સ્થાનિક પીઆઇ ટીમ દ્વારા દેશી દારૂની રેડ કરી હતી. જેમાં છારાનગર બુટલેગર રાજેન્દ્ર ઉર્ફે રાજીયો માછરેકર ત્યાંથી પોલીસને 10 હજારથી વધુ દેશી દારૂનો વોશ મળી આવ્યો હતો. જેને કારણે પોલીસે બુટલેગર રાજેન્દ્ર માછરેકરની ધરપકડ કરવાની હતી.

પણ આરોપી ખાટલામાં બેસી ગયો અને ઉભો થવાની આનાકાની કરી તેથી પોલીસે બુટલેગર ને ખાટલા સાથે જ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે જ્યારે આરોપીને ખાટલા સાથે ઉંચકીને વિસ્તાર માંથી લઈ જઈ રહી હતી. ત્યારે સ્થાનિકોએ રામ બોલો ભાઈ રામના અવાજો પણ કરતા નજરે પડયા હતા. એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

 

ઉલ્લેલખનિય છે કે 150 થી વધુ કિલોના વજન ધરાવતા બુટલેગરને ખાટલા સાથે લઈ જવા 10 જેટલા પોલીસ કર્મી એક કિલોમીટર સુધી ઊંચકીને પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યારે ડીસીપી ઝોન-4 નીરજ બળગુર્જર કહ્યું કે અગાઉ પણ રેડ કરી ત્યારે બુટલેગર ફરાર થઈ જતો હતો..અને પોલીસ ધરપકડ કરવા જાય ત્યારે માથાકૂટ કરતો હોય છે. જેથી આ રીતે બુટલેગરને પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા.

FB Comments

Mihir Soni

Read Previous

જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાવવાથી ચીનને લાગી રહ્યો છે ડર, કરોડો રૂપિયાના રોકાણ પર થશે સીધી અસર

Read Next

લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી લડશે વારણસીની બેઠક પરથી, તો અડવાણી માટે ભાજપે કર્યો પોતાના જ નિયમમાં ફેરફાર

WhatsApp chat