રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કરી દર્દીઓ સાથે અભદ્ર ભાષામાં વાત, દર્દીએ આગળ શું કરવાનું પુછતા ડોક્ટર કહ્યું આવુ, જુઓ VIDEO

આપણે ડોક્ટરને ભગવાનનો રૂપ ગણીએ છીએ. કારણ કે, તે અનેક લોકોના જીવ બચાવે છે પરંતુ ડોક્ટર જ તમારી સાથે ગાળી ગાળી કરે તો? આવી જ ઘટના બની છે રાજકોટમાં. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો એક VIDEO વાયરલ થયો છે જેમાં ડોક્ટર દર્દી સાથે દાદાગીરી કરી રહ્યો છે અને તેને ધમકાવી રહ્યો છે.

READ  VIDEO: રાજસ્થાનના જોધપુર-જૈસલમેર નેશનલ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત

આ પણ વાંચો: ડીઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર, અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવી ‘ઈકો ફ્રેન્ડલી’ કાર, જુઓ VIDEO

VIDEOમાં દેખાય છે કે એક દર્દી સારવાર માટે હોસ્પિટલમાં જાય છે. ત્યારે ડોક્ટર તેને દવા લખી આપવાનો ઇનકાર કરી રહ્યો છે. દર્દીએ વિનંતી કરી તો તેની સાથે દાદાગીરી કરે છે. અને પોતે હાજર હોવા છતાં હાજર ન હોવાની વાત કરે છે. એટલું જ નહિં દર્દી તેને પૂછે છે કે, મારે આગળ શું કરવાનું? તો ડોક્ટર દર્દીને મરી જવાનું કહે છે. આ ઉપરાંત ડોક્ટર દર્દીને ધમકાવીને કાઢી પણ મુકે છે.

READ  PM Modi hits Congress over Food Security - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments