આવકના દાખલા માટે સરપંચના પતિ માગી રહ્યા છે રૂપિયા, જુઓ VIRAL VIDEO

પંચમહાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કાલોલ તાલુકાના વરવાળા પંચાયતના સરપંચના પતિ આવકના દાખલા માટે રૂપિયા માગી રહ્યા છે. સરપંચના પતિનો પાવર એટલો છે કે તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે TDO ને ફરિયાદ કરો કે કલેક્ટરને બધે જ ટકાવારી ચાલે છે અને બધા જ અધિકારીઓ રૂપિયા લે છે. જોકે તેઓ બેઝિઝક પણે જણાવે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો મને કોઇ જ ફરક નથી પડતો. સરપંચના પતિ આટલેથી ન અટક્યા અને ખુલ્લેઆમ જણાવી દીધું કે રૂપિયા નહીં આપો તો સરકારી લાભ પણ નહીં મળે. જોબકાર્ડના પૈસા આપશો તો જ મળશે. આ વીડિયો પરથી એક વાત સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર બધે જ ફુલ્યો ફાલ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે વીડિયો વાયરલ થયા બાદ સરપંચના પતિ સામે કોઇ કાર્યવાહી થાય છે કે કેમ?

READ  One dead and 4 people taken to hospital after gas leak in factory in Narol, Ahmedabad - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉપાડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો 'વાહ, અમદાવાદ પોલીસ' !

 

FB Comments