આરામ કરવાનો લે છે સરકારી અધિકારી પગાર? વિરાટનગરની AMC ઓફિસનો VIDEO વાયરલ

હવે તમને બતાવીએ કે જનતાના સેવક એવા સરકારી અધિકારી ઓફિસમાં બેસીને શું કામ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના વિરાટનગરની AMC ઓફિસનો આ વીડિયો છે. જેમાં એક મહિલા અધિકારી ટેબલને પગ ટેકવીને બેઠા છે. મહિલા અધિકારી આરામ ફરમાવી રહ્યા છે અને મોબાઈલમાં વ્યસ્ત છે.

READ  ગુજરાતના 9 પાકોના બધી જ APMCના ભાવ જાણો

 

 

એક વ્યક્તિએ આ મહિલા અધિકારીનો આરામ ફરમાવતો વીડિયો મોબાઈલના કેમેરામાં કેદ કર્યો છે. સ્વાભાવિકપણે જ્યારે પણ સરકારી કચેરીઓમાં કોઈ કામ કરાવવા જઈએ તો અધિકારીઓ વ્યસ્ત હોવાનું જણાવતા હોય છે. મહિલા અધિકારી કેટલા વ્યસ્ત છે તે આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat polls 2017: Nomination forms filed, verification to start from today- Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટેબલને ટેકે પગ અને મોબાઈલમાં વ્યસ્ત આ મહિલા અધિકારી પોતાનું કામ કેટલા ખંતથી કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લાગે છે આ મહિલા અધિકારીને આ રીતે આરામ ફરમાવવાનો પગાર મળતો હશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગણેશચતુર્થીને પગલે પૈસા પડાવતા પંડાલો મુદ્દે જાહેરનામુ, જુઓ VIDEO

 

FB Comments