મોબાઇલ ચોરીના આરોપી સાથે પોલીસે કરી એવી ખોફનાક હરકત કે જોઈને તમારો આત્મા ધ્રુજી ઉઠશે : જુઓ VIDEO

ગુનેગારો પાસે ગુનો કબૂલ કરાવવા માટે આખી દુનિયામાં પોલીસ શું-શું નથી કરતી. પોલીસની આવી જ એક ખતરનાક કરતૂત ઇંટરનેટ પર વાયરલ થઈ છે.

ઇંડોનેશિયા પોલીસના ટૉર્ચરિંગનો આ વીડિયો લગભગ દોઢ મિનિટનો છે કે જેમાં એક વ્યક્તિના ગળામાં એક ઘેરા ભૂરા રંગનો બે મીટર લાંબો સાંપ વિંટળેલો છે. આ વ્યક્તિના હાથ કંમરની પાછળ હાથકડીથી બાંધેલા છે અને સાંપ સતત તેના શરીર પર ચાલી રહ્યો છે. એટલુ જ નહીં, એક વ્યક્તિ કે જે શંકાસ્પદ ચોરની પાસે છે, તે સાંપને તે વ્યક્તિના ચહેરા પાસે લઈ જતા દેખાય છે.

READ  એક સુરક્ષા જવાને જ્યારે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાયેલી યુવતીને મોતના મુખમાંથી બચાવી, જુઓ VIDEO

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ ટૉર્ચરિંગ દરમિયાન શંકાસ્પદ આરોપી ખરાબ રીતે ભયભીત છે અને સાંપથી બચવા માટે જોર-જોરથી બૂમો પાડી રહ્યો છે, જ્યારે સાંપથી ડરાવનાર શખ્સ (તે વ્યક્તિ પોલીસની વર્ધીમાં નથી) હસી રહ્યો છે. પોલીસની અટકાયતમાં આવેલો આ શખ્સ પાપુઆ વિસ્તારનો બતાવાઈ રહ્યો છે.

એક પોલીસ કર્મચારી કે જેને ઓળખી નથી શકાયો, તે શંકાસ્પદ આરોપી પર ચીસ પાડે છે અને પૂછે છે, ‘તે કેટલી વાર મોબાઇલ ફોન ચોર્યા છે ? જો તે સાચું નહીં કહે, તો તેના મોઢામાં અને પેટમાં સાંપ નાંખી દેવામાં આવશે.’

READ  સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા પછી મયંક અગ્રવાલે પણ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી પ્રથમ સદી

સ્થાનિક પોલીસ પ્રમુખે નિવેદન જાહેર કર્યું માન્યું છે કે પોલીસનું આ વલણ એકદમ નૉન-પ્રોફેશનલ છે. તેમણે કહ્યું કે અમે સંબંધિત પોલીસ કર્મચારી સામે સખત પગલા ભર્યા છે. તેમણે બચાવ કરતા કહ્યું કે આ સાંપ પાલતુ હતો અને ઝેરી નહોતો, પણ એ ન જણાવ્યું કે આ સાંપ કઈ પ્રજાતિનો હતો.

દરમિયાન માનવાધિકાર કાર્યકર વેરોનિકા કોમાને આ વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પાપુઆની આઝાદી માટે લડતા એક કાર્યકરને પણ ઇંડોનેશિયાની પોલીસે લૉક-અપમાં નાખ્યો અને સાંપથી બિવડાવ્યો.

READ  પ્રેમી પંખીડાઓ ભાગી જતા ગ્રામજનોએ કર્યું કંઈક આવું! જુઓ VIRAL VIDEO

જુઓ Video :

[yop_poll id=1347]

Air quality index dips across Ahmedabad | TV9News

FB Comments