વિશ્વ કપમાં એક પણ મેચ નહી હારનારી ભારતીય ટીમ આજે ટકરાશે વેસ્ટ ઈન્ડીઝ સામે, વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર

વિશ્વ કપના મુકાબલામાં આજે ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ આમને-સામને ટકરાશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે અત્યાર સુધી વિશ્વ કપમાં 8 મુકાબલા થઈ ચૂક્યા છે. તેમાં 5 મેચમાં ભારતને સફળતા મળી છે. વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી વખતે વિશ્વ કપમાં ભારતે 1992માં હરાવ્યુ હતું. ત્યારપછી ભારત 1996, 2011, 2015માં વેસ્ટ ઈન્ડીઝની સામે રમ્યુ છે અને તમામ મેચમાં જીત મેળવી છે.

ભારત માટે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ખુબ મહત્વનું છે. તે આ મેદાન છે જેની પર 1983ના વિશ્વ કપની પ્રથમ મેચ ભારતે રમી હતી અને મુકાબલામાં ક્લાઈવ લોયડની મજબૂત ટીમ વેસ્ટ ઈન્ડીઝને 34 રનથી હરાવી હતી. આ મેદાન પર ભારતે આ વિશ્વ કપમાં પાકિસ્તાનને પણ હરાવ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદીની ગર્જના, ‘આ વખતે સૌનો હિસાબ થશે અને હિસાબ પૂરો થશે’, ઇમરાનને પોતાની જાતને ‘પઠાણનો દીકરો’ સાબિત કરવાનો ફેંક્યો પડકાર

વિરાટ કોહલીએ 37 રન બનાવ્યા તો બનશે આ રેકોર્ડ

વિરાટ કોહલી એક નવો રેકોર્ડ બનાવવાની નજીક છે. જેમાં તે સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દેશે. વિરાટે અત્યાર સુધી વન-ડેમાં 11,087 રન, ટેસ્ટમાં 6,613 રન અને ટી-20માં 2,263 રન બનાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો નથી

 

 

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન બનાવવાથી 37 રન દુર છે. જો તે વેસ્ટ ઈન્ડીઝ સામે 37 રન બનાવશે તો તે 416 ઈનિંગમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવનારો ખેલાડી બનશે.

આ પણ વાંચો: ‘Article 15’ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહી કરવાની બ્રહ્મસમાજની માંગણી

 

COVID19; Gujarat health dept prepares for stage 3, orders manufacturing of more ventilators, masks

FB Comments