‘ઑસ્ટ્રેલિયન ઓપન’એ એવો તો કયો ‘છબરડો’ કરી નાખ્યો કે અનુષ્કાની થઈ ગઈ ફજેતી ? જાણવા માટે બસ CLICK કરો

ભારતીય ક્રિકેટ ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટ પ્રવાસ પૂરો થયા બાદ પણ પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે થોડોક સમય પસાર કરી રહ્યો છે.

વિરાટ શર્મા શનિવારે અનુષ્કા શર્મા સાથે ઑસ્ટ્રેલિયન ઓપનનો આનંદ માણી રહ્યા હતાં.

આ દરમિયાન કોહલીએ વાઇફ અનુષ્કા સાથે દિગ્ગજ ટેનિસ સ્ટાર રોઝર ફેડરર સાથે તસવીરો ખેંચાવી.

અહીં સુધી તો બધું બરાબર હતું, પરંતુ અનુષ્કા મુશ્કેલીમાં ત્યારે મૂકાઈ ગઈ કે જ્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી.

વિરાટ કોહલીએ ટ્વિટર પર આ તસવીર કરતાં ટ્વીટ કર્યું, ‘ઑસ્ટ્રેલિયન ઓપનમાં શાનદાર દિવસ. ઑસ્ટ્રેલિયામાં ઉનાળાનું સમાપન કરવાની શાનદાર રીત. ઑસ્ટ્રેલિયન ઓપનનો આભારી રહીશ.’

READ  કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન, જાણો કેન્દ્રીય કૃષિપ્રધાને શું આપ્યું નિવેદન

વિરાટે તો કોઈ ભૂલ નહોતી, કરી પણ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયન ઓપનના અધિકૃત ટ્વિટર હૅંડલે પણ રોઝર ફેડરર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીર ટ્વીટ કરતાં લખ્યું, ‘Three legends, one photo (ત્રણ દિગ્ગજ, એક તસવીર)’.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ તસવીર શું શૅર કરાઈ કે ફૅન્સે અનુષ્કાનો ઉધડો લઈ લીધો. ટ્વિટર પર યૂઝર્સે અનુષ્કા શર્મા ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

READ  PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ...Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

એક યૂઝરે લખ્યું, ‘અનુષ્કા શર્મા ક્યાંની legend ભાઈ.’

એક યૂઝરે લખ્યું, ‘જો અનુષ્કા શર્મા legend છે, તો હું ભારતનો વડાપ્રધાન છું.’

તેવી જ રીતે એક ફૅને લખ્યું, ‘અનુષ્કા શર્માને legend કહીને પોતાની જાતને embarras (લજ્જિત) ન કરો.’

ફૅન્સને વિરાટ અને ફેડરરને દિગ્ગજ કહેવામાં વાંધો ન આવ્યો, પણ અનુષ્કાને પણ દિગ્ગજ ગણાવી દેવાની વાત ટ્રોલર્સ હજમ ન કરી શક્યાં.

READ  VIDEO: રાજકોટના કુવાડવા પાસે એસટી બસ ડ્રાઈવરની દાદાગીરી, કાર ચાલક અને તેની માતા પર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો

એક અન્ય યૂઝરે લખ્યું, ‘અનુષ્કા legend છે ? legendની વ્યાખ્યા શું છે ?’

વાત અહીંથી ન રોકાઈ. વધુ એક ફૅને લખ્યું, ‘So acoording to this stupid logic, rahul gandhi is also a legend, he is also admired by many people.’

એક ફૅને આ જ ફોટોને નવેસરથી ટ્વીટ કરી અને તેમાં વિરાટ કોહલી અને રોઝર ફેડરરને legend ગણાવ્યાં.

જુઓ વિરાટ-અનુષ્કાની રોઝર ફેડરર સાથેની મુલાકાતનો વીડિયો :

[yop_poll id=702]

Oops, something went wrong.
FB Comments