ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યા પછી વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીને લઈને કર્યો આ મોટો ખુલાસો

ભારતીય ટીમે વિશ્વ કપ 2019માં સતત પાંચમી જીત મેળવ્યા પછી વિરાટ કોહલીએ ધોનીની આલોચના કરનારા લોકોને જવાબ આપ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં ભારતીય ટીમે 125 રનથી જીત મેળવ્યા પછી કોહલીએ ધોનીને ભારતીય ટીમના સૌથી મોટા મેચ વિનર ગણાવ્યા છે.

વિરાટ કોહલીએ કહ્યું કે ધોની એક મહાન ખેલાડી છે અને તેમનો અનુભવ અમારા માટે કામે આવે છે. ધોની જાણે છે કે તેમને પિચ પર શું કરવાનું છે, જ્યારે પણ તેમનો દિવસ ખરાબ હોય છે તો લોકો વાતો કરવા લાગે છે, અમે તેમની સાથે છીએ. તેમને ઘણી મેચ જીતાડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈ: ગુજરાતી પરિવારના દિકરાએ એકેડેમીક અને સ્પોટર્સમાં હાંસલ કરી અનેક સિદ્ધીઓ, 15 વર્ષની ઉંમરમાં જ 70 મેડલ અને 20 જેટલી ટ્રોફી મેળવી

વિરાટ કોહલીએ જણાવ્યુ કે ધોનીનો અનુભવ ભારતીય ટીમને ખુબ ઉપયોગી છે. જ્યારે તમારે છેલ્લે 15-20 રનની જરૂર હોય તો ધોની તે રીતે જ રમે છે. તેમને ખબર છે કે બોલરોની સામે કેવી બેટિંગ કરવાની છે. તેમનો અનુભવ અમારે 10માંથી 8 મેચમાં કામે લાગે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવામાફીના મુદ્દે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર આમને-સામને

 

 

વિરાટે વધુમાં કહ્યું કે ધોની અમને સંદેશ મોકલે છે કે આ પિચ પર ક્યો સ્કોર સારો રહેશે. જો તેમને કહ્યું કે આ પિચ પર 265 રન સારા રહેશે તો અમે 300 રન બનાવવાનો પ્રયત્ન નથી કરતા. ધોની અમારા લેજન્ડ છે અને તે અમારા માટે આ રીતે જ રમતા રહેશે.

READ  PM મોદીએ રિવરફ્રન્ટ ખાતે સરપંચોને સંબોધન કર્યા બાદ GMDC ગ્રાઉન્ડ ખાતે માતાજીની આરતી કરી

આ પણ વાંચો: અમદાવાદ લઠ્ઠાકાંડનો આજે 10 વર્ષ પછી સેશન્સ કોર્ટ આપી શકે છે ચુકાદો, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની સામે ધીમી બેટિંગના કારણે ઘણા સવાલો ઉભા થયા હતા. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ ધોનીની આલોચના કરી હતી પણ ધોનીએ વેસ્ટ ઈન્ડીઝની સામે અડધી સદી ફટકારીને એક વાર ફરી બધાની બોલતી બંધ કરી દીધી છે.

 

Oops, something went wrong.
FB Comments