શું વિરાટ કોહલી 2025ના વર્ષમાં પાકિસ્તાનની ટીમમાં રમશે? VIDEO થયો વાઈરલ

પાકિસ્તાનની ટીમમાં વિરાટ કોહલી સાંભળીને નવાઈ લાગે નહીં? હા આ સાચી વાત છે પણ એક વીડિયો પૂરતી જ. પાકિસ્તાનની એક પત્રકારે વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી પાકિસ્તાનની ટીમ સાથે દેખાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

શું છે વીડિયોની અંદર?

પાકિસ્તાનની ઈચ્છા એવી છે કે વિરાટ કોહલી તેમના માટે રમે. આ માટે એવું સપનું સેવીને બેઠા છે કે એક દિવસ આવશે જ્યારે બાંગ્લાદેશ અને ભારત બંને પાકિસ્તાન બની જશે. ટૂંકમાં કહીએ તો પાકિસ્તાન ભારતને જીતી લેશે. વર્ષ હશે 2025નું અને ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો હશે. શ્રીનગરના સ્ટેડિયમમાં કમેન્ટેટર દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે પાકિસ્તાનની પાસે બે ખેલાડીઓ છે. એક બાબર આઝમ અને બીજો વિરાટ કોહલી.

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાદમાં એક ઘરનું દ્રશ્ય આવે છે અને એમાં એક વ્યક્તિ એવું કહે છે કે પહેલાં વિરાટ કોહલી તો ઈન્ડિયા માટે રમતાં હતા? બાળક એવું પૂછે છે કોણ ઈન્ડિયા? અંતે એક ગ્રાફિક આવે છે અને જેમાં ભારત અને બાંગ્લાદેશને લીલા રંગનું બતાવવામાં આવે છે. ટૂંકમાં એવું કે પાકિસ્તાને ભારત અને બાંગ્લાદેશ પર કબ્જો કરી લીધો હશે.

READ  વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

આ વીડિયોમાં પાકિસ્તાને જે સપનું સેવ્યું છે તે ક્યારેય પણ પૂરું થવાનું નથી. પાકિસ્તાની પત્રકાર નાઈલા ઈનાયત આ વીડિયો શેર કરીને ટ્રોલ થઈ રહી છે અને લોકો તેનો મજાક ઉડાવી રહ્યાં છે.

 

Ahmedabad:Ceiling collapses at Suramya apartment in Jay Mangal area, residents demand re-development

FB Comments