વિશ્વ કપની પ્રથમ મેચમાં સૌરવ ગાંગૂલી અને ધોનીની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો કેમ

વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટસમેનોમાં સામેલ વિરાટ કોહલી હવે કેપ્ટનશીપમાં પણ રેકોર્ડ બનાવી રહ્યાં છે. ICC વિશ્વ કપ 2019માં ભારત આજે દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ પ્રથમ મેચ રમશે. આ મેચમાં કેપ્ટન કોહલીની પાસે તક છે કે તે વન-ડેમાં 50મી જીત દાખલ કરાવી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો ભારતીય ટીમ જીતશે તો વિરાટ કોહલી એવા ભારતીય કેપ્ટન હશે જેમને 50 વન-ડે મેચ જીતાડી હોય. અત્યાર સુધી મોહમ્મદ અજહરૂદ્દીન, સૌરવ ગાંગૂલી અને મહેન્દ્ર સિંહ ધોની જ આ સિધ્ધી મેળવી શકયા છે. ધોનીના નામે વન-ડેમાં કેપ્ટન તરીકે 110 મેચમાં જીતવાનો રેકોર્ડ છે અને તે ભારતના સૌથી સફળ કેપ્ટન છે.

 

READ  મહેન્દ્રસિંહ ધોનીના ઘણા સમયથી બ્રેક લેવા પર 24 ઓક્ટોબરે પસંદગીકર્તાઓ સાથે વાત કરીશ: સૌરવ ગાંગુલી

જ્યારે જીતની ટકાવારી જોઈએ તો વિરાટ કોહલીએ 73.88 ટકા મેચમાં જીત મેળવી છે. વિરાટ કોહલીનો કેપ્ટન તરીકે આ પ્રથમ વિશ્વ કપ છે. કોહલીના નામે વર્ષ 2011 અને 2015માં યોજાયેલા વિશ્વ કપમાં ભારતની શરૂઆતી મેચમાં સદી બનાવવાનો અનોખો રેકોર્ડ છે.

આ પણ વાંચો: આ દેશો આપી રહ્યાં છે તેમના દેશની નાગરિકતા, માત્ર કરવું પડશે આ કામ!

ભારત માટે સારા સમાચાર એ છે કે વિરાટ કોહલી પુરી રીતે ફિટ છે. ત્યારે બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન વિશ્વ કપમાંથી બાહર થઈ ચૂક્યા છે જ્યારે લુન્ગી નગિદીને પણ ઈજાના કારણે 10 દિવસ મેદાનથી બાહર રહેવું પડશે.

READ  VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

 

Oops, something went wrong.
FB Comments