WORLD CUPમાં પાકિસ્તાન સાથે ભારતના મૅચ રમવા અંગે કૅપ્ટન વિરાટ કોહલીએ આ આપ્યું મોટું નિવેદન

virat-kohli-did-well-duck-at-the-question-related-to-caa-hindi-

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના સવાલ પર TEAM INDIAના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

 

વિરાટ કોહલીએ આગામી રવિવારે ઑસ્ટ્રેલિયા સામે યોજાનાર પ્રથમ ટી-20 મૅચ પહેલા શનિવારે કહ્યું કે ટીમનું સ્ટૅંડ એ જ હશે કે જે દેશ, BCCI અને સરકાર નક્કી કરશે. તેમણે કહ્યું કે લેવાયો નિર્ણય તેમને અને આખી ટીમને મંજૂર રહેશે.

READ  રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

કોહલીએ પુલવામા આતંકી હુમલાના સવાલ પર કહ્યું, ‘આતંકી હુમલાની ઘટના દુઃખદ હતી. હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે મારી અને ટીમ તરફથી સંવેદનાઓ છે. આ (પાકિસ્તાન સાથે રમવા) સંબંધમાં દેશ, સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય કરશે, અમને મંજૂર હશે.’

નોંધનીય છે કે ગઈકાલે બીસીસીઆઈની સીઓએની બેઠકમાં WORLD CUP 2019 સહિત તમામ મૅચોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા કે ન રમવાનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડવાનો નિર્ણય કરાયો હતો.

READ  કોમર્સ ફિલ્ડમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા ઉમેદવાર માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સારા પગારની નોકરીની તક

[yop_poll id=1719]

Oops, something went wrong.
FB Comments