વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવામાં ત્રીજા નંબરે, આગામી સમયમાં આ ક્રિકેટરોનો પણ રેકોર્ડ તોડી શકે છે

india-vs-new-zealand-virat-kohli-break-sourav-ganguly-new-record

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ત્રીજા નંબર પર પહોંચ્યો છે.

કોહલીએ રાંચીમા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે દરમિયાન પોતાની કારકિર્દીની 41મી સદી કરી હતી. આ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 66 સદી થઈ છે. ઉપરાંત ટેસ્ટની 77 મેચોમાં કોહલીએ 25 સદી કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી કરવાના રેકોર્ડમાં કોહલી કરતા આગળ ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ છે.

 

READ  વિશ્વકપ 2019: દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે પહેલાં બેટિંગ કરીને 50 ઓવરમાં 227 રન કર્યા

 

સચિને 664 મેચમાં કુલ 100 સદી ફટકારી છે, જ્યારે પોન્ટિંગે 560 મેચોમાં 71 સદી કરી છે. સચિનની વન-ડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદી છે. કોહલી પોન્ટિંગ કરતા 5 સદી પાછળ છે. પરંતુ આગામી વર્લ્ડ કપને ધ્યાને લઈએ તો કોહલી થોડા જ સમયમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી કરનાર બીજો ભારતીય બેટ્સમેન બની જશે. પરંતુ પ્રથમ નંબરે પહોંચવા માટે સચિનનો અણનમ રેકોર્ડ તોડી શકશે કે કેમ તેના પર ચાહકોની મિટ મંડાયેલી છે.

READ  નશામાં ધૂત કાર ચાલકે ગાંધીનગર તપોવન સર્કલ રોડ પર 8 વાહનોને અડફેટે લીધા, એક મહિલા PSI સહિત 10 લોકો ઘાયલ

 

FB Comments