વિરાટ કોહલી પર ઑસ્ટ્રેલિયામાં ગાળોનો વરસાદ, કોહલીએ પણ આપ્યો શાનદાર જવાબ, જુઓ પોલીસને સોંપાયેલો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર ઑસ્ટ્રેલિયા સામેની બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચ દરમિયાન વંશભેદી ટિપ્પણીઓ કરવામાં આવી. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સીએ)એ પહેલા જ ચેતવણી આપી અનેક દર્શકોને બહાર કાઢી મૂક્યાં.

મેલબૉર્નના સાઉધર્ન સ્ટૅંડની સૌથી નીચે બેઠેલા દર્શકોએ વારંવાર ‘શો અસ યોર વિઝા’ના નારા લગાવ્યા. આ પ્રકારના નારા મૅચના પહેલા બે દિવસ લાગતા રહ્યાં.

મૅચના ત્રીજા દિવસે પણ ઑસ્ટ્રેલિયન દર્શકોની શરારત ચાલુ રહી. ત્રીજા દિવસે દર્શકોએ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીને ગાળો આપી. વંશભેદી ટિપ્પણીઓની સાથે-સાથે સ્ટૅડિયમમાં બેઠેલા ઑસ્ટ્રેલિયન દર્શકોએ ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીને ટાર્ગેટ બનાવ્યો. ભીડે વિરાટ કોહલી પર ગાળોનો વરસાદ કર્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સામાન્ય રીતે આવા માહોલમાં વિરાટ કોહલી બહુ જ જલ્દી જ પોતાના પરનો કાબૂ ગમાવી બેસે છે અને નારાજ થઈ જાય છે, પરંતુ આ વખતે વિરાટ કોહલીએ મહેમાનોને શાનદાર અંદાજમાં જવાબ આપ્યો. જ્યારે દર્શકો કોહલીને સતત ગાળો ભાંડી રહ્યા હતાં, ત્યારે તેણે પોતાની કૅપ ઉતારી અને તે દર્શકો સામે ઝુકી ગયો. વિરાટ કોહલીના આ પ્રકારના જવાબની એક તસવીર ઑસ્ટ્રેલિયન મીડિયાએ શૅર કરી છે.

ઑસ્ટ્રેલિયન મીડિયાએ આ તસવીર શૅર કરતાં લખ્યું છે, ‘ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીનું એમસીજી ગ્રાઉંડમાં ગાળથી સ્વાગત થયું, પરંતુ તેનો જવાબ…’

નોંધનીય છે કે ક્રિકઇન્ફોએ આ સમગ્ર ઘટનાનું વીડિયો ફુટેજ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સીએ)ને સોંપ્યું છે. સીએએ તપાસ માટે આ ફુટેજ વિક્ટોરિયા પોલીસ તથા સ્ટૅડિયમ મૅનેજમેંટને સોંપ્યું છે. સીએના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રકારના વ્યવહારને સીએ કદાપિ સહન નહી કરે.

નોંધનીય છે કે ત્રીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં 82 રન બનાવનાર ભારતીય કૅપ્ટન કોહલીની હૂટિંગ થઈ હતી. અહીં સુધી કે ઑસ્ટ્રેલિયન ઑલરાઉંડર મિશેલ માર્શને પણ નહોતું બખ્શવામાં આવ્યું કે જેણે ત્રીજી ટેસ્ટ મૅચ માટે સ્થાનિક ખેલાડી પીટર હૅંડ્સકૉંબના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો હતો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Coconut doesn't suit in monkey's hand: Union minister Ashwini Choubey attacks on Mahagathbandhan

FB Comments

Hits: 979

Comments are closed, but trackbacks and pingbacks are open.