ટીમ ઈન્ડિયામાં મતભેદને લઈને વિરાટ કોહલીએ કર્યો ખૂલાસો, કોચ રવિ શાસ્ત્રીએ પણ કરી આ વાત

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જતા પહેલાં કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુંબઈની ખાતે કોહલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. મુંબઈમાં બીસીસીઆઈના ક્રિકેટ સેન્ટરમાં કોહલીએ મીડિયાના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમ જ ટીમ ઈન્ડિયા વચ્ચે કોઈ મતભેદ છે કે નહીં તે પ્રશ્નનો પણ ઉત્તર આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ ચૂપ રહેવામાં ફાયદો, બોલવાથી બગડી શકે છે સંબંધો

આ પણ વાંચો:   5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક

વિરાટ કોહલીએ કહ્યું કે ભારતીય ટીમમાં બધું ઠીકઠાક છે. કોઈ જ પ્રકારનો મતભેદ નથી. આવું કંઈપણ હોય તો અમે સતત સારું પ્રદર્શન ના કરી શકીએ. ટીમ ઈન્ડિયા કપ્તાન વિરાટ કોહલીએ પત્રકારોના દરેક સવાલોના જવાબ આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રવિ શાસ્ત્રીએ કહી એવી વાત કે તમે WORLD CUP દરમિયાન પ્રાર્થના કરશો કે વિરાટ કોહલી BATTING કરવા માટે ન આવે !

 

આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ હાજર હતા. રવિ શાસ્ત્રીએ પણ કહ્યું કે ભારતીય ટીમમાં કોઈ જ મતભેદ નથી. જો આવું કંઈ હોય તો આપણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શક્યા ના હોત.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે જ્યાં વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં કપ્તાન રહેશે. રોહિત શર્મા ટી 20 અને વનડે મેચમાં ઉપ કપ્તાનની ભૂમિકા ભજવશે. આ સિવાય અંજિક્યા રહાણે ટેસ્ટ ટીમમાં ઉપ કપ્તાનની ભૂમિકામાં જોવા મળશે. વિશ્વ કપમાં ભારતીય ટીમને હાર મળી હતી તે બાદ આ પ્રથમ પ્રવાસ હશે. આ ટીમમાં એવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે વિશ્વ કપ માટે સમાવિષ્ટ કરાયા નહોતા.

READ  ન્યૂઝીલેન્ડની સામે વિરાટ કોહલી જો સદી ફટકારશે તો આ 2 રેકોર્ડ તેમના નામે થઈ જશે

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments