શું ધોની હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે? આ પ્રશ્નનો કોહલીએ આપ્યો જવાબ

ભારત વિશ્વ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે અને ભારતને જીત અપાવી શકે તેવી આશા ફક્ત ધોની પાસે જ હતી. અંતે ધોની પણ એક રન લેવામાં રિસ્ક લઈને આઉટ થયા હતા. બાદમાં ભારતીય ટીમને સંભાળી શકે તેવું કોઈ હતું નહીં. સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થઈ રહી છે આ ધોનીનો આખરી મેચ છે અને હવે તેઓ ક્યારેય વનડેમાં રમશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 આ પણ વાંચો:  સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?

જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે આ બાબતે કોહલીને પૂછવામાં આવ્યું કે ધોની સંન્યાસ લેવાના છે? કોહલીએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેના વિશે તો મને પણ જાણકારી નથી અને તેમને મને આ બાબતે કશું જ પહેલાંથી કહ્યું નથી. આમ કોહલીએ પણ આ ઉત્તર ધોની પાસેથી માગો આવું આડકતરી રીતે કહી દીધું છે.

READ  ભારતનું 'અપાચે' છે દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર, જુઓ કેવી છે તેની તાકાત?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ધોની વિશે ભારતના ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ પણ ખૂલાસો કરીને કહ્યું હતું કે આ મેચ તેમની છેલ્લી મેચ હોય શકે છે. એક ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે ધોનીએ કહ્યું કે તેમને પણ આ વાતનો અંદાજો નથી. હાલ તો ધોનીને લઈને સોશિયલ મીડિયામાં તેમના પ્રશસંકો દ્વારા ભાવુક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. ધોનીની એવી ઈચ્છા હતી તેઓ બે વિશ્વ કપ જીતી શકે પણ આ ઈચ્છા ભારતના બહાર થઈ જવાથી અધૂરી રહી ગયી છે.

READ  દુનિયામાં 4 રંગના હોય છે પાસપોર્ટ, પસંદગી માટે દેશોને આપવામાં આવે છે છૂટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ધોનીના વખાણ કર્યા હતા અને કહ્યું કે તેમને સારી એવી બેટિંગ કરી. કોહલીએ રવિન્દ્ર જાડેજાના પણ ભારોભાર વખાણ કર્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ધોની જ્યારે આઉટ થયા ત્યારે તેના ચહેરા પર ગુસ્સો જોવા મળ્યો હતો. ધોનીને હંમેશા શાંત માનવામાં આવે છે અને તેઓ ધીરજપૂર્વક રમે છે. આ વખતે તેઓ કોઈ વિશેષ લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યા હતા અને તેને મેળવી ન શકતા ગુસ્સો પણ તેમના ચહેરા પર આવી ગયો હતો.

READ  ભારત સામેની વન-ડે સીરીઝ પહેલા ટીમના આ બોલરથી ગભરાઈ ઓસ્ટ્રેલિયાની ટીમ

 

[yop_poll id=”1″]

 

Top News Stories Of Gujarat : 18-02-2020| TV9News

FB Comments