કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો ખુલાસો કેમ રૂષભ પંતને ના મળ્યુ વલ્ડૅકપની ટીમમાં સ્થાન?

ક્રિકેટ વલ્ડૅકપ 2019ને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વલ્ડૅકપ પહેલા ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઈને દિગ્ગજ ખેલાડીઓમાં ખુબ વિરોધાભાસ જોવા મળ્યો. તેમાં સૌથી વધારે ચર્ચા રૂષભ પંતને વલ્ડૅકપની ટીમમાં સ્થાન નહી મળવા પર થઈ હતી.

ગાવસ્કરથી લઈને સૌરવ ગાંગૂલી સુધી બધાએ કહ્યું, ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાત પર ખુલાસો કરતા કહ્યું કે દિનેશ કાર્તિકને પંતની જગ્યાએ લેવામાં આવ્યો છે. કારણ કે દિનેશ કાર્તિકની પાસે ઘણો અનુભવ છે અને તેનો ઉપયોગ કરીને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છે. આ કારણથી પંતને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

 

READ  હારની હેટ્રિક પછી દક્ષિણ આફ્રિકાની ટીમ આજે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે જીત મેળવવા માટે ઉતરશે મેદાન પર

વધુમાં કોહલીએ કહ્યું કે દિનેશ કાર્તિકની પાસે અનુભવ છે અને જો ટુર્નામેન્ટ દરમિયાન કોઈ કારણસર ધોની નથી રમી શકતા તો દિનેશ વિકેટકીપર માટે સારો વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે વલ્ડૅકપ માટે પસંદ કરેલી ભારતીય ટીમાં 23 મે સુધી બદલાવ થઈ શકે છે.

હાલમાં વલ્ડૅકપની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી રહ્યાં. તેમની પસંદગીને લઈને કોઈ વિવાદ નથી થયો. તે સિવાય દિનેશ કાર્તિકને બીજા વિકેટકીપર બેટસમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિનેશ કાર્તિકને વન-ડે ક્રિકેટનો મોટો અનુભવ છે. તેઓ 91 વન-ડે મેચ રમ્યા છે. જેમાં 1738 રન બનાવ્યા છે. તેમાં 9 અડધી સદી સામેલ છે.

READ  વર્લ્ડકપ 2019માં રમવા જતાં પહેલા ગૌતમ ગંભીરે કહ્યું ભારતીય ટીમમાં આ ફેરફાર જરૂરી

આ પણ વાંચો: જુઓ VIDEO: સિંહને કનડગત કરતો વીડિયો થયો વાયરલ

ત્યારે રૂષભ પંત અત્યાર સુધી 5 વન-ડે મેચ રમ્યા છે. તેમાં 93 રન બનાવ્યા છે. સૌથી વધુ 36 રન બનાવ્યા છે. તેમને IPLમાં શાનદાર પ્રદર્શન કર્યુ. તેમની ટીમને પ્લેઓફમાં પહોંચાડવા માટે પંતે મુખ્ય ભૂમિકા ભજવી છે.

 

Fake RTO receipt racket busted in Ahmedabad| TV9GujaratiNews

FB Comments