વિશ્વ કપ 2019: અલગ પ્રકારના વ્યવહારને લઈને ICC પર ભડકી આ ક્રિકેટ ટીમ!

શ્રીલંકા ટીમના મેનેજર અશાંતા ડે મેલે આતંરારાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપમાં ખરાબ પિચ અને ટ્રેનિંગ વ્યવસ્થાને લઈને ફરિયાદ કરી છે. શ્રીલંકાના મેનેજરે પિચને લઈને કહ્યું કે ICC આ મામલે અમારી સાથે અલગ વ્યવહાર કરી રહી છે.

ત્યારે ICCએ બધા જ આરોપોને રદ કરતા કહ્યું કે તે કોઈ પણ પ્રકારનો અલગ વ્યવહાર નથી કરી રહ્યાં. શ્રીલંકાની 2 મેચમાં વરસાદ પડ્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડની વિરૂધ્ધ રમાયેલી મેચમાં કાર્ડિફમાં અને ત્યારબાદ અફગાનિસ્તાન સામેની મેચમાં ઘાસવાળી પિચ મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટીમના મેનેજરે કહ્યું કે અમે અત્યાર સુધી નોટિસ કર્યુ છે કે અમારી જે 4 મેચ કાર્ડિફ અને બ્રિસ્ટલમાં રમાઈ છે. તેમાં ઘાસ યુક્ત પિચ મળી છે પણ તે જ મેદાન પર બીજી ટીમને ઓછા ઘાસવાળી પિચ મળી છે, જેની પર મોટો સ્કોર બનાવી શકાય તેવો હતો.

આ પણ વાંચો: દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO

મેનેજરે પ્રેકટિસ દરમિયાન સામે આવી રહેલી મુશ્કેલી વિશે કહ્યું કે કાર્ડિફમાં ટીમને પ્રેકિટસ મેચમાં જે સુવિધાઓ મળી હતી, તે પણ સારી ન હતી. 3 નેટસની જગ્યાએ તેમને 2 નેટસ આપી હતી. બ્રિસ્ટલમાં જે હોટલ મળી હતી, તેમાં પણ સ્વીમિંગ પૂલ પણ નહતો. જે દરેક ટીમ માટે ખુબ જરૂરી હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બ્રિસ્ટલમાં જ પાકિસ્તાન અને બાંગ્લાદેશને જે હોટલ મળી હતી, તેમાં સ્વીમિંગ પુલ હતો. ટીમના મેનેજરે કહ્યું કે ICCને આ તમામ વસ્તુઓ વિશે 4 દિવસ પહેલા જ ફરિયાદ કરી હતી પણ અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા અમને મળી નથી. અમે ત્યાં સુધી ICCને ફરિયાદ લખીશું જ્યાં સુધી તેમનો કોઈ જવાબ નથી મળતો.

 

ધોરણ 12 પાસ લોકો માટે કોમ્પ્યુટર, ફાયનાન્સ જેવા ક્ષેત્રોમાં નોકરીની તકો

FB Comments

TV9 Webdesk 9

Read Previous

VIDEO: ભાવનગરના વરલ ગામમાં પ્રથમ બે વરસાદમાં જ રસ્તા પર ભરાયા પાણી, લોકોને પડી રહી છે તક્લીફ

Read Next

દેશના સૌથી ધનવાન દંપતિ મુકેશ અને નીતા અંબાણીની 32 વર્ષ પહેલાની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ PHOTOS

WhatsApp પર સમાચાર