ઈંગ્લેન્ડની સામે જીતવા માટે ભારતીય ટીમે કરવા પડશે 338 રન, શમીએ ઝડપી 5 વિકેટ

ભારત અને ઈંગ્લન્ડ વચ્ચેની મેચમાં શમીએ 5 વિકેટ ઝડપીને સપાટ્ટો બોલાવ્યો છે તો અંગ્રેજી ટીમે પણ ભારતને 7 વિકેટ ગુમાવીને 338 રનનું લક્ષ્ય આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિશ્વ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતની સામે બેટિંગ કરી હતી. શરુઆતની ઈંગ્લેન્ડની ટીમની જે જોડી ભારતની સામે મેદાનમાં ઉતરી તેને રનનો વરસાદ કરી દીધો હતો અને તેના લીધે ઈંગ્લેન્ડ આ લક્ષ્ય સુધી પહોંચી શક્યું છે.

READ  VIDEO: શું તમને ખબર છે કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાનીઓ ભારતની જીતના નારા લગાવી રહ્યા છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જોની બેરસ્ટો અને જેસન રોયે 160 રન ફટકાર્યા હતા. રોયે એકલાએ 57 બોલમાં 66 રન કર્યા હતા. જ્યારે બેરિસ્ટોની વાત કરીએ તો તેણે 109 બોલમાં 111 રન કરીને સદી ફટકારી હતી. આ બંનેની જોડીને તોડવામાં ભારતના બોલર્સ સફળ રહ્યાં હતા અને બાદમાં મેદાનમાં ઉતરેલાં મોર્ગનને 1 રને જ પેવેલિયન ભેગો કરી દીધો હતો. ફરીથી ઈંગ્લેન્ડના ખેલાડી રુટે રમતને જાળવી રાખીને 42 રન કર્યા હતા. ભારતની સામે ધુંઆધાર પારી 79 રન 54 બોલમાં બેન સ્ટોક્સે ખેલી હતી.

READ  VIDEO: સુરતમાં ડાયમંડના કર્મચારીઓને કાર આપનારા એકમાત્ર સવજીભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ

આ પણ વાંચો:  ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

ભારતના બોલર્સની વાત કરીએ તો તેમાં મોહમ્મદ શમીએ રંગ રાખ્યો હતો. મોહમ્મદ શમીએ એકલા હાથે જ ઈંગ્લેન્ડની પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપીને ટીમમાં યોગદાન આપ્યું હતું.

ભારતને ઈંગ્લેન્ડની ટીમ સાથે જીતવા માટે 338 રન કરવા પડશે. ઉલ્લેખનીય છે કે આ મેદાન ઈંગ્લેન્ડની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આજે ભારતીય ટીમ એક નવા જ રંગના કપડા સાથે મેદાનમાં ઉતરી છે અને હવે એ જોવું રહ્યું કે ભારત ઈંગ્લેન્ડને માત આપી શકશે?

READ  બનાસકાંઠા પંથકમાં મેઘમહેર યથાવત, અમીરગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદ

 

[yop_poll id=”1″]

 

Surat woman face trouble in budget management due to onion price hike | TV9GujaratiNews

FB Comments