વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.

 

ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ, સૂર્ય પ્રકાશ અને કેલ્શિયમ વધારે માત્રામાં ન મળવાથી વિટામીન Dની ખામી સર્જાઈ શકે છે. વિટામીન Dની ઉણપના લીધે જલદી થાક લાગે અને આખું શરીર પણ થાકી જાય છે, પગના ઘૂંટણમાં દુખાવો રહે છે, પગમાં સોજો આવી જવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

READ  ગલવાન નદીમાં પાણી વધતા ચીની સૈન્ય મુશ્કેલીમાં, પાછળ હટ્યે જ છુટકો

જ્યારે તબીબી રિપોર્ટસ કરાવવામાં આવે ત્યારે વિટામીન Dની ઉણપ સામે આવે છે. ખાસ કરીને વિટામીન Dની ઉણપથી મહિલાઓમાં ઑસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ જેવી બિમારીઓનો ખતરો વધી શકે છે. જેમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જવાનું, વધારે થાક લાગવો, હાડકાઓમાં દૂખાવો, માંસપેશીઓનું કમજોર પડી જવું, તણાવમાં વધારો, વાળનું ઉતરવું, ટૂંકા ગાળામાં વધારે વખત શરીરમાં ઈન્ફેક્શન થઈ જવું વગેરે વિટામીન ડીની ઉણપના લક્ષણો છે.

READ  લોકસભામાં રાહુલ ગાંધીએ પૂછ્યા 50 બેન્ક ડિફોલ્ટરના નામ, અનુરાગ ઠાકુરે આપ્યો આ જવાબ

 

 

આ પણ વાંચો:  આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

આજે ઘરમાં રિફાઈન્ડ તેલ વાપરવામાં આવે છે અને તેના લીધે વિટામીન Dની ઉણપ સર્જાઈ રહી છે. રિફાઈન્ડ તેલમાં ટ્રાંસ ફેટ હોય છે જે શરીરમાં કોલસ્ટ્રોલના ઘટકો બનવાની માત્રાને ઘટાડી દે છે અને તેના લીધે વિટામીન D શરીરમાં બની શકતું નથી.

READ  રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!

શું ખાવું જોઈએ જેનાથી વિટામીન Dની ઉણપ ના થાય?


રોજિંદી ખાણીપીણીમાં ખાસ કરીને જો કઠોળના અનાજ, પનીર, દૂધ અને સંતરાનો જ્યૂસ સામેલ કરવામાં આવે તો વિટામીન Dની ઉણપ થતી નથી. જો માંસાહારનું સેવન કરતાં હોય તો તે લોકો પોતાના ખોરાકમાં માછલી લઈ શકે જેના લીધે પણ વિટામીન Dની ઉણપ થતી નથી.

 

Oops, something went wrong.
FB Comments