VIDEO: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના મતક્ષેત્રમાં નદીઓની દુર્દશા, ખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદને વધુ પ્રદૂષિત કરવાનો કારસો હાથીજણ નજીકના વિવેકાનંદનગરમાં રચાઈ રહ્યો છે. વિવેકાનંદ નગર પાસેથી પસાર થતી ખારી નદીમાં કેમિકલયુકત પાણી છોડવામાં આવે છે. નદીની નજીક આવેલી ફેક્ટરીઓના માલિકો દ્વારા નદીમાં કેમિકલના પાણી છોડાય છે. જેના કારણે નદીમાં ભારે પ્રદુષણ અને ફીણ જોવા મળે છે.

READ  અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતા મંદિર, પાટીદારોએ ખોલ્યો ખજાનો, માત્ર 3 કલાકમાં એકઠા કરી નાખ્યા 150 કરોડ, 4 માર્ચે PM મોદી શિલાન્યાસ : જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેમિકલના પાણીથી કંટાળેલા સ્થાનિકોએ કોર્પોરેશન તેમજ GPCBને અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય જ છે. રાત્રીના અંધારાની આડમાં અહીંની ફેક્ટરીઓ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તાર ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો હોવા છતાં ફેક્ટરીઓ બેરોકટોક અને કાયદાના ડર વિના કેમિકલના ગંદા પાણી નદીમાં છોડી રહી છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને મનમાં ઉત્સાહ હશે અને નવા કાર્યનો પ્રારંભ કરવા માટે પ્રેરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments