જો બંધારણમાં આ ફેરફાર થયો તો 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહી શકે છે વ્લાદિમીર પુતિન

vladimir putin backs amendment allowing him to remain in power moscow jo bandharan ma aa ferfar thayo to 2036 sudhi rasia na president rahi shake che vladimir putin

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો કાર્યકાળ 2024માં પુરો થઈ રહ્યો છે. દેશના હાલના કાયદા મુજબ ત્યારબાદ તે ચૂંટણી નહીં લડી શકે. રશિયાની સંસદના નિચલા ગૃહ ‘ડ્યૂમા’માં મંગળવારે રાષ્ટ્રપતિ પુતિનની ટર્મ વધારવાને લઈ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેની પર પુતિને સંસદને કહ્યું કે તે તેના માટે તૈયાર છે, પરંતુ બંધારણીય કોર્ટે પહેલા આ પગલાને મંજૂરી આપવી પડશે. આ કાયદો પાસ થવાની સાથે જ 67 વર્ષીય પુતિન 6 વર્ષના વધુ બે ટર્મ પુરા કરી શકે છે. ત્યારબાદ તે 2036 સુધી સત્તામાં રહી શકે છે.

READ  વિશ્વના 70 દેશો ઉત્તર કોરીયાના તાનાશાહને આગ્રહ કર્યો કે તે પરમાણુ અને બૈલેસ્ટિક મિસાઈલના પ્રોજેક્ટ બંધ કરે પણ ચીન તો તાનાશાહની આવી મદદ કરી રહ્યું છે

Image result for vladimir putin

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રશિયાના પૂર્વ કેજીબી ઓફિસર પુતિન 20 વર્ષથી સત્તામાં છે. તે 2000 થી 2008 સુધી બે વખત રાષ્ટ્રપતિ રહ્યા હતા. ત્યારબાદ તેમને તેમના નજીકના મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવી દીધા હતા. તે દરમિયાન પુતિન વડાપ્રધાન હતા. મેદવેદેવના રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન રાષ્ટ્રપતિનો કાર્યકાળ વધારીને 6 વર્ષનો કરી દેવામાં આવ્યો હતો.

READ  તો SCO સમિટમાં આ કારણે ભારત પાકિસ્તાનના PM ઈમરાન ખાનને આપશે આમંત્રણ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સંસદમાં આ પ્રસ્તાવ વેલેન્ટીના તેરેશકોવા લાવ્યા હતા. તે 1963માં અંતરિક્ષમાં જનારા પ્રથમ મહિલા છે. તે પુતિનના સમર્થક માનવામાં આવે છે. ‘ડ્યૂમા’માં પુતિનની પાર્ટી યૂનાઈટેડ રશિયાનું વર્ચસ્વ છે. ત્યારે એવામાં પ્રસ્તાવ પાસ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંધારણીય ફેરફાર થશે કે નહીં તે નક્કી કરવા માટે રશિયામાં 22 એપ્રિલે વોટિંગ કરવામાં આવશે.

READ  દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મેગા રેલી, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કરશે રોડ શો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો

 

Oops, something went wrong.
FB Comments