FB LIVE ઈન્ટરવ્યુ: Tv9ના રિપોર્ટરના ધારદાર પ્રશ્નોના સીધા જવાબ ના આપી શક્યા વડોદરા કોંગ્રેસના ઉમેદવાર, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે, ત્યારે ગુજરાતમાં આગામી 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.

લોકસભા ચૂંટણીને લઈને બધી જ રાજકીય પાર્ટીઓ પોતાની રીતે નવી નવી રીતો દ્વારા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે અને એક બીજાની વિરોધી પાર્ટીઓ પર આક્ષેપો કરે છે. ત્યારે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમામ પાર્ટીઓ પ્રયત્નો કરે છે.

 

ત્યારે વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે Tv9 ગુજરાતી સાથે કરેલી મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમાં તેમને જણાવ્યું કે આ વખતે તે કોંગ્રેસ પાર્ટીમાંથી પ્રજાના મનની વાત સાંભળીને બેરોજગારી, શહેરનો વિકાસ, ભષ્ટ્રાચારને ખત્મ કરવો વગેરે વિશે રણનિતી બનાવીને લડશે. તેમને ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે ભાજપના રાજમાં માત્ર ભષ્ટ્રાચાર થાય છે. પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. આ તમામ મુદ્દા મહત્વના રહેશે.

વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે ખાસ વાતચીતAbhishek Panchal#Tv9News #LokSabhaElection2019

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १२ एप्रिल, २०१९

2014માં 72% ભાજપને મળ્યા હતા જ્યારે કોંગ્રેસ 27%એ સિમીત રહ્યુ તો ત્યારે તેમને કહ્યું કે 2014માં આખો દેશ એવુ ઈચ્છતો હતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને લોકો ઈચ્છતા હતા કે કોંગ્રેસનું શાસન છે તેના કરતા સારૂ શાસન મળશે તેવી લોકોને આશા હતી, લોકોને વચન આપ્યા હતા. વડોદરામાં એમ્સ હોસ્પિટલ લાવીશું, આંતરારાષ્ટ્રીય એરપોર્ટ બનાવીશુ. તે વચનો તેમને પૂરા કર્યા નથી.

READ  અમિત શાહ સરકારમાં મંત્રી બનશે તો ભાજપના અધ્યક્ષ પદે આ નેતાની નિમણૂક થવાની સંભાવના

તેમને વધુમાં જણાવ્યું કે 45%નું અંતર કોંગ્રેસને પ્રજા કપાવશે, કોંગ્રેસ પ્રજાના લીધે છે, જનતાના લીધે, મતદારોને લીધે છે. પ્રજા જ તેમનો પ્રતિનીધિ નક્કી કરશે અને અમે કાયમી નોકરી, નાના અને મધ્યમ વર્ગને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવીશુ.

 

Kutch: Indian Army organises arms and ammunition exhibition ahead of Republic Day| TV9News

FB Comments