NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર ‘None of the Above’? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓ પોતાનો તમામ પાવરનો ઉપયોગ કરી લે પરંતુ એક વોટ કદાચ તમામ નેતાઓની મુશ્કેલી વધારી શકે છે અને તે છે ‘NOTA’ એટલે કે ‘નન ઓફ ધ અબવ’ એટલે કે ઉપર માંથી કોઈ જ નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 83.41 કરોડ મતદાર હતા, જેમાંથી 55.38 કરોડ એટલે કે 66.4 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

જેમાંથી 60 લાખ લોકોએ નોટામાં વોટ કર્યો હતો. એટલે કે કુલ વોટમાંથી 1.1 ટકા લોકોએ NOTA માં મળ્યા હતા. જેમાં સૌથી વધુ વોટ તમિલનાડુના નીલગિરી બેઠક પરથી 46,559 નોટામાં પળ્યા હતા જ્યારે લક્ષદ્વીપ બેઠક પર માત્ર 123 વોટ નોટામાં રહ્યા હતા.

READ  ક્યારે યોજાશે 2019માં લોકસભાની ચૂંટણી ?, PM નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં જ આપ્યા સ્પષ્ટ સંકેતો

ખાસ વાત એ રહી કે, 2014માં જે 10 બેઠકો પર સૌથી વધુ NOTA માં વોટ થયા તેમાંથી 9 બેઠકો તો આદિવાસી સમાજનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. જેમાં પણ 7 બેઠકો તો એવી હતી જ્યાં 50 ટકાથી વધુ વસ્તી આદિવાસી લોકોની હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ, #VoteKar અને પોલિંગ બૂથ પર ‘ટોટલ ધમાલ’ કરો

આ ઉપરાંત 543 માંથી 44 બેઠકો તો એવી પણ હતી જ્યાં NOTA ત્રીજા સ્થાન પર રહ્યું છે. તો 77 બેઠકો પર ચોથાં અને 172 બેઠકો પર પાંચમાં સ્થાન પર નોટામાં વોટ પડ્યા છે. જે આગામી લોકસભામાં વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ NOTAનું ચલણ વિશેષ જોવા મળી રહ્યું છે.

READ  ચૂંટણી આવતા તહેવારોમાં પણ રાજકીય રંગ, ભરુચમાં હોલિકા દહનમાં 'મૈં ભી ચોકીદાર' થીમ પર તૈયાર કરાયેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

શું છે નોટાની અસર

જો કે નોટાનો વિશેષ ફાયદો નથી થઈ રહ્યો. કેમકે નોટાના મતોને રદ્દ ગણવામાં આવે છે. જેનાથી પરિણામ પર કોઈ જ અસર જોવા મળતી નથી. ઉદાહરણ સ્વરૂપ જો કોઇ ચૂંટણીમાં એક ઉમેદવારને 40 અને બીજાને 30 મત મળે અને સૌથી વધુ મત નોટામાં થાય તો તે સ્થિતિમાં નોટા પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજય જાહેર કરવામાં આવે છે. જેના કારણે નોટાના વોટ બિનજરૂરી પુરવાર થાય છે.

READ  VIRAL FACT : કોંગ્રેસના નેતા દ્વારા મહિલા પર અત્યાચારનું વાયરલ સત્ય

Security beefed up at Dwarka temple for Janmashtami celebrations |Tv9GujaratiNews

FB Comments