એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCની ચૂંટણી માટે આજે મતદાન, પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ટક્કર, જુઓ VIDEO

દેશનાભરના માર્કેટ યાર્ડમાં જેનું મોખરે નામ છે તે ઊંઝા APMCની આજે ચૂંટણી યોજાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શરૂ રહેશે. ચૂંટણીમાં વેપારી વિભાગના 4 પ્રતિનિધિ માટે 1631 મતદારો મતદાન કરશે. તો ખેડૂત વિભાગના 8 પ્રતિનિધિ માટે 313 મતદારો મતદાન કરશે. કુલ 6 વેપારી પ્રતિનિધિ અને 16 ખેડૂત પ્રતિનિધિ મેદાનમાં છે.

READ  VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી

ઊંઝા માર્કેટ યાર્ડનો પુરા દેશમાં દબદબો છે. ઊંઝા માર્કેટયાર્ડ એશિયાનું સૌથી મોટું ગંજ બજાર છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ ના જ બે જૂથ સામસામે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જૂના જોગી ગણાતા નારણ પટેલના જૂથ વચ્ચે સીધી ટક્કર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદીની મહિમા આગળ કોંગ્રેસ ઢેર, ફરી લીધો આત્મઘાતી નિર્ણય થઈ જશે જનતાથી દુર

આ પણ વાંચો: VIDEO: અમદાવાદીઓ આજે રવિવારની રજા માણવા બહાર નીકળતા પહેલા ચેતી જજો, મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું રેડ એલર્ટ

એટલે કે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે જંગ જામ્યો છે. જો કે જીત માટે આશા પટેલના જૂથને વધુ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઊંઝા APMC ચૂંટણીમાં બે ટર્મથી ચેરમેન રહેલા ગૌરાંગ પટેલ સામે આ વખતે કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે પરંતુ ગૌરાંગ પટેલ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.

READ  ભાજપ સાંસદ ગૌતમ ગંભીર અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments