મમતા દીદીના ગઢ પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે દેશી બોમ્બ ફેંકાયો, TMC અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપીની સાથે હિંસક બની ચૂંટણી

મમતા દીદીના ગઢ પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે હિંસા, TMC અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપીની સાથે બોમ્બ અટૅક

પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે ફરી એક વખત હિંસાના સમાચાર મળી રહ્યા છે. જ્યાં બનગામમાં મતદાન સમયે દેશી બનાવટી બોમ્બ ફેંકવામાં આવ્યો છે. હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે બનગામમાં ભાજપ અને TMCના સમર્થકો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. તે દરમિયાન કોઈએ દેશી બનાવટનો બોમ્બ ફેક્યો હતો. જેમાં સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં મતદાન દરમિયાન હિંસા થઈ હતી. હાવડામાં EVMમાં ખામીના કારણે BJP-TMC કાર્યકર્તાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. હુગલીમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી.

READ  ભાર વિનાનું ભણતર! આ દેશના બાળકો 16 વર્ષની ઉંમર સુધી નથી આપતા કોઈ પરિક્ષા

આ પણ વાંચોઃ દિલ્હીમાં વેપારીઓના મત માગવા કેજરીવાલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન, દેશમાં TAX TERRORISM ચાલી રહ્યો છે, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

 

તો બીજી તરફ પુલવામા જિલ્લામાં પણ 3 વખત ગ્રેનેડ હુમલાના ન્યૂઝ સામે આવ્યા છે. ચટપોરા બૂથની બહાર આતંકીઓએ ગ્રેનેડથી ધમાકો કર્યો છે. સવારે પણ અન્ય એક બૂથ પર ગ્રેનેડ દ્વારા હુમલો થયાનું જાણવા મળ્યું હતું.

READ  ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, આ શહેરોમાં લોકોએ હજુ સહન કરવી પડશે ઠંડી
Oops, something went wrong.
FB Comments