દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી કરી ધરપકડ

teererist

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી ધરપકડ કરી છે. પોલીસની માહિતી અનુસાર આંતકી પર 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2007માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક અથડામણ બાદ જૈશના ચાર આતંકીઓ શાહિદ, બશીર અહમદ, ફૈયાઝ અહમદ અને અબ્દુલની ધરપકડ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ

 

આ પણ વાંચોઃ VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બશીર પાસેથી 4 ડેટોનેટર, એક ટાઇમર, 6 હેન્ડ ગ્રેનેડ, એક 30 બોરની પિસ્તોલ, બે જીવતા કારતુસ સાથે એક મેગેઝીન ઝડપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આ લોકોએ ખુલાસો કર્યો હતો કે તેઓ જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્ય છે અને દિલ્હીમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. 2007માં દિલ્હી પોલીસની સાથે એન્કાઉન્ટર બાદ બશીરની ધરપકડ થઈ હતી. બાદમાં નીચલી કોર્ટમાંથી તે છુટી ગયો હતો.

READ  અભિનેતા ધર્મેન્દ્રના તબેલામાં આવ્યા બે નવા મહેમાન, જુઓ VIDEO

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

જોકે હાઈકોર્ટે તેને સજા સંભળાવી હતી, જામીન મળ્યા બાદ હાઈકોર્ટમાં હાજર થઈ રહ્યો નહોતો, તેથી કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. ખાનગી માહિતીના આધારે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

FB Comments