જો તમને પથરીની બિમારી હોય તો તરબૂચ ખાવાનું શરુ કરી દો, પથરીને નીકાળવામાં કરશે મદદ

તરબૂચમાં ખાસ કરીને પાણીની માત્રા વધારે હોય છે. તરબૂચને ઉનાળામાં ખાવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. ખાસ કરીને ઉનાળામાં વધારે તાપના લીધે શરીરમાંથી સતત પરસેવો બહાર નીકળે છે અને તેના લીધે શરીરમાં પાણીની ઉણપ વર્તાઈ છે. તરબૂચ ખાવાથી શરીરમાં ઠંડક વર્તાઈ છે અને તેના લીધે પાણીની જે ઉણપ હોય તે પણ શરીરમાં પૂરી થઈ જાય છે.

તરબૂચ ખાવાથી શરીરમાં લાભ તો થાય છે પણ ઘણી એવી બિમારીઓ છે જો તે હોય તો તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ. વધુમાં ઘણી એવી બિમારીઓ છે જે હોય તો તમારે તરબૂચ જ ખાવું જ જોઈએ.

પથરી હોય ખાવું જોઈએ તરબૂચ


જે લોકો પથરીની બિમારીથી પીડાઈ છે અને કિડનીમાં જ પથરી છે તેઓેએ ખાસ કરીને તરબૂચ ખાવું જોઈએ કારણ કે તરબૂચમાં પાણી વધારે હોવાથી તે પથરીને નીકાળવામાં મદદ કરે છે.

READ  આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેને તરબૂચ ખાવું જોઈએ.


ખાસ કરીને જે લોકો પોતાના વધારે વજનથી પરેશાન હોય તેને તરબૂચ પોતાના દરરોજના ખોરાકમાં સામેલ કરવું જોઈએ. 100 ગ્રામ તરબૂચમાં 30 ગ્રામ કેલરી હોય છે.

આંખો માટે ફાયદાકારક
વિટામીન સી અને વિટામીન એની માત્રા વધારે હોવાથી તરબૂચ ખાવાથી ખાસ કરીને આંખોને વધારે ફાયદો પહોંચે છે.

આ પણ વાંચો:  તરબૂચ ખાતા પહેલાં આ રીતે ચકાસો કે તેને ઈંજેક્શન વડે તો પકવવામાં નથી આવ્યું ને?

હાઈબ્લડ પ્રેશર હોય તો ખાઓ તરબૂચ

READ  ESIC કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 3 કરોડથી વધુ લોકોને મળશે લાભ

જે લોકો હાઈબ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હોય તે લોકોએ ખાસ કરીને પોતાના આહારમાં તરબૂચને સામેલ કરવું જોઈએ. કારણ કે તરબૂચમાં ઓછી માત્રામાં સોડિયમ હોય છે અને તે ઠંડક આપનારું પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોને તરબૂચ ન ખાવું જોઈએ?


અસ્થમાં અને અને ખાસ પ્રકારની એલર્જી હોય તેને તરબૂચ ખાવાથી બચવું જોઈએ. જો તમે પોતાના આહારમાં ભાત અને દહીં લેતા હોય તો તમારે તમારે તરબૂચ ન ખાવું જોઈએ નહીં તો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. જો ખાલી પેટ એકસાથે વધારે તરબૂચ ખાવાથી બચવું જોઈએ જો આવું કરશો તો તમને પેટની બિમારીનો સામનો કરવો પડી શકે છે.

 

READ  ઓડિશામાં 'ફેની' વાવાઝોડાથી ભારે નુકસાન, 8 લોકોના મોત, હવે આ રાજય તરફ આગળ વધ્યું વાવાઝોડુ

તરબૂચ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ નહીં તો ઉલ્ટી થઈ શકે છે, જો એવું લાગે કે મોઢામાં તરબૂચની મીઠાશ છે તો તેને દૂર કરવા બ્રશ કે કોગળાં કરવા જોઈએ. રાત્રિના સમયે તરબૂચ ના ખાવું જોઈએ કારણ કે તેના લીધે કફની સમસ્યામાં વધારો થઈ શકે છે. જો કોઈ વિશેષ બિમારીની દવા લેતા હોય તો તમારે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ તરબૂચનું સેવન કરવું જોઈએ.

 

 

Now Amdavadis can enjoy adventure sports in Sabarmati river | TV9GujaratiNews

FB Comments