વોટરપાર્કના ખુલશે લોક? વોટરપાર્કના માલિકો સરકાર પાસે મંજૂરીની રાખી રહ્યા છે આશા

Water park owners seeking govt permission to resume work Ahmedabad

અનલોક-2માં વોટરપાર્કના લૉક ખુલશે કે નહીં તેને લઈને અસમંજસ છે, ત્યારે વૉટરપાર્કના માલિકો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમને મંજૂરી આપશે. ખરી કમાણી તો ઉનાળા અને વેકેશનમાં જ થતી હોય છે, પરંતુ લૉકડાઉનના કારણે તેમની સિઝન કોઈપણ આવક વિના પસાર થઈ ગઈ. ઉલ્ટાનો દરમહિને રૂપિયા એકથી દોઢ લાખ મેઈન્ટેનન્સનો ખર્ચો ભોગવવો પડી રહ્યો છે. વોટરપાર્ક ખુલશે તેવી આશાએ કર્મચારીઓને છૂટા પણ નથી કરી શકાતા અને પૂરો પગાર પણ નથી આપી શકાતો. વોટરપાર્કના માલિકો સરકારની ગાઈડલાઈન પ્રમાણે વોટરપાર્ક શરૂ કરવા તૈયાર છે. જો અનલૉક-2માં મંજૂરી નહીં મળે તો વોટરપાર્કને હંમેશા માટે તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

READ  Farmers strike day 5:Protests continue as ShivSena supports statewide shutdown, excludes Mumbai-Tv9

આ પણ વાંચો: ખેડૂતોની સ્થિતિ વધુ બગડી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments