જીત મેળવ્યા પછી રોહિત શર્માએ કહ્યું, અમે કોઈ એકના વિશ્વાસે નથી રહેતા?

ભારતે વિશ્વ કપમાં તેમની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર જીત મેળવીને અભિયાનની શરૂઆત કરી છે. ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ અણનમ સદી ફટકારીને ભારતને 6 વિકેટથી જીતાડ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શરૂઆતમાં ભારતીય ટીમ માટે 228 રનના લક્ષ્યાંક સુધી પહોંચવુ ખુબ મુશ્કેલ લાગી રહ્યું હતું પણ રોહિત શર્મા આખી ગેમ દરમિયાન ટકી રહ્યાં અને તેમની સદી સાથે ભારતીય ટીમને જીત અપાવી છે. ‘મેન ઓફ ધ મેચ’ રોહિત શર્માએ જીત પછી કહ્યું કે તેમનો પ્રયત્ન પીચ પર ટકી રહેવા અને અન્યા ખેલાડી સાથે ભાગીદારી કરવા માટે હતો. રોહિત શર્માએ 144 બોલમાં 13 ફોર અને 2 સિક્સરની મદદથી 122 રન બનાવ્યા હતા.

 

READ  RFO વતી 10 લાખની લાંચ લેતા વન સંરક્ષકની ધરપકડ, જુઓ VIDEO

વધુમાં રોહિત શર્માએ કહ્યું કે ટીમમાં દરેક બેટસમેનનું પોતાનું અલગ કામ છે. કોઈ દિવસ કોઈ બેટસમેન નથી ચાલતો તો બીજો બેટસમેન ચાલે છે અને રોહિત શર્મા સિવાય કોઈ અન્ય બેટસમેન દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 50 રન પણ નહતા કરી શક્યા.

આ પણ વાંચો: ખુશખબરી! RBIએ લીધો મોટો નિર્ણય, જો તમે RTGS-NEFTથી પૈસા ટ્રાન્સફર કરો છો તો વાંચો આ ખબર

રોહિત શર્માએ કહ્યું કે બધા જ બેટસમેનોની પોતાની જવાબદારી છે. અમે કોઈ એકના વિશ્વાસે નથી રહેતા. આજ આ ટીમની ઓળખાણ છે. અમે એજ કર્યુ છે. આ મોટી ટૂર્નામેન્ટ છે અને ક્યારેક કોઈક આગળ આવશે તો ક્યારેક કોઈ બીજુ આગળ આવશે અને ટીમને જીત અપાવવા માટે પ્રયત્ન કરશે.

READ  20 વર્ષ પહેલા માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાઈ હતી સામ-સામે, આ ખેલાડી રહ્યો હતો જીતનો હિરો

 

Ahmedabad: Demonetized notes being sold online by Chinese company, complaint filed | TV9News

FB Comments