અમે આતંકવાદીઓને નિશાન બનાવ્યા, પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી છે: ભારત

બાલાકોટમાં ભારતની એર-સ્ટ્રાઈકના લીધે પાકિસ્તાનના એરફોર્સે ભારતના સૈનિક ઠેકાણાઓ પર કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. બાદમાં ભારતે પણ જવાબ આપતા તેમના એક લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું.

બાલાકોટ અને અન્ય બે જગ્યાઓ પર ભારતની એર-સટ્રાઈકના લીધે પાકિસ્તાને આજે ભારતના આર્મી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું હતું અને તેણે ભારત વિરુધ્ધ કાર્યવાહી માટે પાક એરફોર્સના વિમાનો મોકલ્યા હતા. ભારતની સીમામાં આ વિમાનો આવતાં જ ભારતીય એરફોર્સે જવાબ આપવા માટે કાર્યવાહી કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આજે કરેલી પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે ‘અમે વિશ્વનસીય પુરાવાઓના આધારે પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો છે. અમને જાણકારી મળી હતી કે જૈશએ ભારતમાં આતંકી હુમલો કરવાની તૈયારી કરતું હતું. આની વિરુદ્ધમાં જ ભારતે વાયુસેનાનો ઉપયોગ કર્યો છે.’

 

READ  Video : પોલીસે સેનાના જવાનની કાર રોકી અને પછી થયું કંઈક આવું, બનાસકાંઠા

રવીશે પોતાના વાત ટૂંકમાં જ રાખીને કહ્યું કે ‘પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી અને આપણે તેને અસફળ કરીને પાકિસ્તાનના એક વિમાનને તોડી પાડ્યું છે. આ દરમિયાન આપણો મિગ-21નો એક પાયલટ ગુમ થયેલો છે અને પાકિસ્તાન કહી રહ્યું છે કે પાયલટ તેના કબજામાં છે. અમે આ તથ્યની તપાસ કરી રહ્યાં છીએ.ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિમાનની હાજરી પારખી હતી અને તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. આપણા જવાનોના પાકિસ્તાન એરફોર્સના વિમાનને પાકિસ્તાનની ઘરતી પર નીચે પડતા જોયું. આ સંઘર્ષમાં કમનસીબે આપણું એક મિગ-21 વિમાન નષ્ટ થઈ ગયું’

READ  પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!

[yop_poll id=1849]

Oops, something went wrong.
FB Comments