VIDEO: સુરતમાં શહીદોને સલામ કાર્યક્રમમાં આતંક મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ગર્જના

LoCવાળા ઈમરાન ખાનના નિવેદન પર રાજનાથ સિંહે જડબાતોડ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, LoC ક્રોસ કરવાનો કોઈ પ્રયાસ કરશે તો જીવીત પરત નહીં ફરે. પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે ધર્મની રાજનીતિમાં દેશના ટુકડા ટુકડા થયા હતા અને પાકિસ્તાન જો આવી જ વિચારસરણી રહી તો પાકિસ્તાનના ટુકડા ટુકડા થઈ જશે. વધુમાં કહ્યું કે પાકિસ્તાનને આપણી પ્રગતિ સહન નથી થતી. કલમ 370 હટાવી તેને પાકિસ્તાન પચાવી નથી શકતું. પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકની સંખ્યા ઘટી છે, પરંતુ ભારતમાં અલ્પસંખ્યકોની સંખ્યા વધી છે.

READ  નકલી ટુર ઓપરેટરોથી સાવધાન! સુરતમાં 50 લાખથી વધુની ઠગાઈ, જુઓ VIDEO

મહત્વનું છે કે સુરતના ઈન્દોર સ્ટેડિયમમાં ‘શહીદોને સલામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત હાજર રહ્યા હતા.

FB Comments