મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

દેશમાં ચાલી રહેલો ટ્રેન્ડ હવે સુરતની સાડીઓ પર જોવા મળે છે. પહેલા સુરતમાં ઇલેક્શન ફીવર દર્શાવવા મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીઓ બજારમાં આવી હતી. અને તે બાદ ભારતીય સેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની પ્રિન્ટ વાળી સાડીઓએ પણ ધૂમ મચાવી હતી.

જે પછી હવે દેશમાં અભિનંદનની ઘર વાપસી પર જે માહોલ બન્યો છે. ત્યારે સુરતના કાપડમીલ માલિકોએ અભિનંદનની ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે. જેનો પણ હાલમાં ટ્રેન્ડ વધી રહ્યો છે.

READ  ભારત સામેની વન-ડે સીરીઝ પહેલા ટીમના આ બોલરથી ગભરાઈ ઓસ્ટ્રેલિયાની ટીમ

સાડીની પ્રિન્ટ તૈયાર કરનાર રાજુભાઇ પ્રજાપતિનું કહેવું છે કે આ પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અમે તૈયાર કરી હતી. જેની ખૂબ ડિમાન્ડ રહી હતી. ત્પયાર બાદ હવે દેશના હીરો બની ચૂકેલા વિંગ કમાન્ડર અભિનંદનની સાડીની પણ ડિમાન્ડ આવવા લાગી હતી. જેથી અમે ખાસ અભિનંદનના ફોટાવાળી ડિજિટલ પ્રિન્ટની સાડી તૈયાર કરી છે.

 

READ  VIDEO: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, તોડફોડ કરી શખ્સો ફરાર, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Oops, something went wrong.

FB Comments