ભારતના રિયલ હીરો અભિનંદનનું આણંદના નાના બાળકોએ પેઇન્ટિંગ બનાવી કર્યું “અભિનંદન સ્વાગત”

પાકિસ્તાનમાં કેદ કરવામાં આવેલા ભારતીય વિંગ કમાન્ડર લગભગ 60 કલાક બાદ સ્વદેશ પરત આવી ગયા છે. જોકે ભારતના આ વીર બાળકો માટેના રિયલ હીરો બની ગયા છે. આણંદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ અભિનંદનને અભિનંદન આપવા તેમના જુદા જુદા પેન્ટિંગ બનાવ્યા છે.

નીડર અભિનંદનનો વીડિયો વાયરલ સમગ્ર દુનિયામાં થતા છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ભારત અભિનંદન ના મુક્ત થવાની રાહ જોઈ રહ્યો હતો. એક દિવસ અગાઉ રાત્રે અભિનંદન પોતાના દેશમાં પરત ફર્યા. ત્રણ દિવસ સુધી તમામ મીડિયા માધ્યમોમાં છવાઈ ગયેલા અભિનંદન વિદ્યાર્થીઓના રીયલ હીરો બની ગયા છે.

READ  મેઘરાજાના આગમન માટે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે 'વરૂણ યજ્ઞ'નું આયોજન, જુઓ VIDEO

આ પણ વાંચો : ભારતની AIR STRIKEની કમાન સંભાળી રહ્યા હતાં આ જાંબાઝ ઍર માર્શલ, 40 વર્ષ બાદ પૂરું થયું સપનું અને આત્મ-સંતોષ સાથે થયા નિવૃત્ત

આણંદની જય જલારામ ઇન્ટરનેશ સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની ચિત્ર કલા સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિષય હતો ,ભારતના રીયલ હીરો અભિનંદન તમારી દ્રષ્ટિએ. આ વિષય ને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા ભારતના સપુત અભિનંદન ના જુદા જુદા પેન્ટિંગ બનાવવામાં આવ્યા હતા.

READ  Ahmedabad : Residents, police clash in Sabarmati during demolition drive - Tv9

જલારામ ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા તેયાર કરવામાં આવેલા આ ચિત્રો માં બાળકોએ પોતાની દ્રષ્ટિથી અભિનંદનના ચિત્રો તેયાર કર્યા છે. તે તમામ ચિત્રો વિદ્યાર્થીઓ ધ્વારા માં ભારતીના વીર સપુત અભિનંદનને અર્પણ કર્યા છે. આ તમામ ચિત્રો શાળા સંચાલકો ધ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોકલી આપવામાં આવનાર છે.

Oops, something went wrong.

FB Comments