‘જો અભિનંદન પાસે રાફેલ વિમાન હોત તો…તેમને પાકિસ્તાનની સરહદમાં ઘુસવાની જરૂરત જ ન પડત’

એક તરફ કોંગ્રેસ તરફથી ભાજપને રાફેલ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જો દેશની સેના પાસે હાલમાં રાફેલ વિમાનથી સજ્જ હોત તો વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાન સીમામાં ઘુસવાની જરૂરત જ ન પડી હોત.

ઇન્ડિયા ટુડેના કાર્યક્રમમાં સંબિત પાત્રાએ કહ્યું કે, રાફેલ વિમાન સંપૂર્ણ રીત સજ્જ છે તેને ભારતની સીમા માંથી જ પાકિસ્તાન પર નિશાનો લગાવી શકાય તેવી ક્ષમતા છે. રાફેલના મુદ્દે ફરી એક વખત ભાજપ તરફથી આક્રામક મૂડ શરૂ કરવાની સંબિત પાત્રાએ શરૂઆત કરી છે.

READ  અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ગણાવ્યુ ઠગપત્ર

આ પણ વાંચો : પીએમ મોદીએ કહ્યું, 26/11 પછી કોઇ જ પગલાં ભરવામાં ન આવ્યા પરંતુ ઉરી અને પુલવામા હુમલાનો જવાબ આપવામાં આવ્યો

રાફેલ અંગે વાત કરતાં સંબિતે કહ્યું કે, અભિનંદન પાકિસ્તાનની અંદર પ્રવેશી ગયા હતા. જો તેમની પાસે રાફેલ હોત તો તેને 150 કિમી દૂરથી જ નિશાનો લગાવી શક્યા હોત. આ સાથે જ પોતાની સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે, પાકિસ્તાન વિરૂધ્ધ પહેલી વખત સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે.

READ  કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરની પ્રશંસા કરતાં સંબિત પાત્રાએ કહ્યું કે, એક મિગ-21 વિમાનથી ભારતીય કમાન્ડરે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું છે તે જ તેમનો જુસ્સો બતાવે છે. આ વિમાનનો સારો દેખાવ રહ્યો નથી.

[yop_poll id=1902]

Oops, something went wrong.
FB Comments