દુનિયાની સૌથી અમીર ક્રિકેટ સંસ્થા BCCIએ અભિનંદનના સન્માનમાં કર્યું એવું અભૂતપૂર્વ કામ કે ચોતરફ થઈ રહ્યા છે વખાણ

ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાંડર અભિનંદનની પાકિસ્તાનથી સકુશળ વતન વાપસી પર આખો દેશ ખુશ છે, તો BCCI પણ તેમાંથી પાછળ નથી.

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અભિનંદનની વતન વાપસી પર એક ખાસ જર્સી તૈયાર કરાવડાવી છે. જર્સી પાછળ નંબર-1 અને વિંગ કમાંડર અભિનંદન લખેલું છે. બીસીસીઆઈએ ટ્વીટ કર્યું, ‘આપનું સ્વાગત છે અભિનંદન. દિલોથી લઈ આકાશ સુધી આપનું રાજ છે. આપનો સાહસ અને ગરિમા આવનારી પેઢીઓને પ્રેરિત કરતાં રહેશે.’.

READ  ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો, અમેરિકા જલ્દી જ ભારતને આપશે સી હોક હેલીકોપ્ટર

અભિનંદનને સન્માન આપવા બદલ બીસીસીઆઈના સોશિયલ મીડિયા પર મન મૂકીને લોકો વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે બીસીસીઆઈને અપીલ કરી કે આ જર્સી અભિનંદનને સોંપવામાં આવે.

બીસીસીઆઈએ આ એક અદ્ઘભુત અને અભૂતપૂર્વ કામ કર્યું છે. પોતાના ઇતિહાસમાં બીસીસીઆઈએ કદાચ જ ક્યારેય કોઈ સૈનિક માટે આ રીતે ખાસ જર્સી લૉંચ કરી હશે.

[yop_poll id=1916]

READ  જાણો ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે SCO સંગઠન, કેવી રીતે ભારત સામેલ થયું?

Ahmedabad: Residents stage protest against including Aslali area in Palika | TV9News

FB Comments