46 કલાક પછી મમતાના ધરણાં થયા શાંત, પીએમ મોદીને ઘર ભેગાં કરવાની આપી ચીમકી

દેશના રાજકારણમાં છેલ્લા થોડા દિવસથી મમતા બેનર્જી ચર્ચામાં રહ્યા છે. આખરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જેની સાથે જ પોતાની લડાઈ દિલ્હી સુધી લઈ જવાની વાત કરી છે. પોતાના નિવેદનમાં મમતાએ કહ્યું કે, આ ધરણા બંધારણ અને લોકશાહીનો વિજય થયો છે. આજે અમે તેને સમાપ્ત કરીએ છીએ. કોર્ટે આજે સકારાત્મક આદેશ આપ્યો છે. હવે આવતા અઠવાડિયે આ મુદ્દાને દિલ્હીમાં આગળ ધપાવીશું.

મમતાના ધરણા આજથી જ સમાપ્ત કરવાની જાહેરાતપ્રસંગે તેમની સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. મમતાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તમામ એજન્સીઓ પર નિયંત્રણ મેળવવા માગે છે, જેમાં રાજ્ય સરકારની એજન્સીનો પણ સમાવેશ થાય છે? વડા પ્રધાને દિલ્હીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાત પાછા જતા રહેવું જોઈએ. દિલ્હીમાં એક વ્યક્તિની સરકાર, એક પક્ષની સરકાર છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને કોલકાતા પોલીસના ખેંચતાણ વચ્ચે ચાલી રહી હતી. ત્યાર CBI સાથે ધક્કામુક્કી થઈ હતી અને કોલકાતા પોલીસ દ્વારા CBIના અધિકારીઓને અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ વધી ગયો હતો.

READ  3 મહિનામાં 3 વખત વધ્યા ગેસ સિલીન્ડરના ભાવ, જાણો હવે સબસિડીવાળા અને સબસીડી વગરના ગેસ સિલીન્ડર માટે કેટલા પૈસા ચૂક્વવા પડશે

આ પણ વાંચો : ભાજપના નેતાઓને રેલી માટે પરવાનગી ન મળતાં, મમતાના ગઢમાં પહોંચવા CM યોગીએ અપનાવ્યો ‘પ્લાન B’

શનિવાર રાતથી પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા હતા. તેમણે પોતાના ધરણાને ‘બંધારણ બચાવો’ નામ આપ્યું હતું. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજીવ કુમાર રાયની ધરપકડ ન કરવાનો આદેશ અપાયા બાદ મોડી સાંજે મમતા બેનરજીએ કોર્ટના આદેશને બંધારણનો વિજય જણાવીને પોતાના ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી

READ  મમતાના પ.બંગાળને મુકેશ અંબાણીની કંપની બનાવશે દેશનું પહેલું ડિજીટલ હબ, આટલાં કરોડનું કરશે રોકાણ

[yop_poll id=1114]

FB Comments