દેશનું આ ચોથું રાજ્ય CAA કાયદાના વિરોધમાં લાવ્યું વિધાનસભામાં પ્રસ્તાવ, જાણો વિગત

west-bengal-becomes-fourth-state-to-pass-a-resolution-against-citizenship-amendment-act-caa

CAA કાયદો દેશભરમાં લાગુ થઈ ગયો છે. સરકારે આ કાયદાને સંસદમાં પાસ કરાવીને લાગુ કર્યો છે તો અમુક રાજ્યોને આ કાયદા તેમના રાજ્યમાં લાગુ ન થાય તે જ પંસદ આવી રહ્યું છે. ત્રણ રાજ્યો તો આ કાયદાની વિરોધમાં પ્રસ્તાવ પોતાની વિધાનસભામાં લાવી ચૂક્યાં છે. મમતા બેનર્જી તો પહેલાંથી આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે અને અંતે તેઓએ પણ આ કાયદાની વિરોધમાં પોતાની વિધાનસભામાં પ્રસ્તાવ લાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAA અને NRC મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, આ પાર્ટીના નેતાઓ રહ્યા ગેરહાજર

આ પણ વાંચો :   રાજકોટના નવા રાજાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરૂ, જાણો ત્રણ દિવસના રાજતિલક કાર્યક્રમની રૂપરેખા

ક્યાં ક્યાં રાજ્યોએ વિધાનસભામાં લાવ્યો પ્રસ્તાવ?
સીએએ કાયદાને અમુક રાજ્યો સંવિધાન વિરોધી કાયદો ગણાવી રહ્યાં છે. કહીં રહ્યાં છે કે ધર્મના આધારે નાગરિકતા આપી શકાય નહીં. આ દેશનું બંધારણ બિનસાંપ્રદાયિક છે. તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં સીએએના વિરોધમાં કેરળ રાજ્યે પ્રસ્તાવ લાવ્યો હતો અને કાયદાને લાગુ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાજુ પંજાબ અને રાજસ્થાન પણ પ્રસ્તાવ લાવ્યો તો હવે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં મમતા બેનર્જીએ પણ પ્રસ્તાવ લાવી દીધો છે.

READ  ખેડૂતોની મદદ કરવામાં મોદી સરકાર પડ્યું મોડું, દેશના ચાર રાજ્યોમાં હાલમાં જ મળી રહી છે 5 હજારથી લઈ 10 હજાર સુધીની મદદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે સમગ્ર દેશમાં અસહિષ્ણુતા અને નફરતનો માહોલ છે. અમે તેનું સમર્થન ના જ કરી શકીએ જે દેશના ભાગલા પાડવા માગે છે. આ સિવાય મમતાએ સીપીઆઈએમ અને કોંગ્રેસને અપીલ કરી કે તેઓ સાથે આવે તેમજ કેન્દ્રની ભાજપની ફાંસીવાદી સરકારની સાથે એકજૂટ થઈને લડાઈ લડે. આમ દેશમાં સીએએના વિરોધમાં પ્રસ્તાવ લાવનારું પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બની ગયું છે. જો કે સત્તા પક્ષ એવું કહી રહી છે કે આ સંઘની યાદીનો વિષય છે જેના લીધે કોઈ રાજ્ય આ કાયદો લાગુ કરવાનો ઈનકાર ના કરી શકે.

READ  NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ

 

 

Oops, something went wrong.
FB Comments