3 નેતા જેમણે મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડી દીધી અને ભાજપને સીટો અપાવી

મોદી-શાહના ચહેરા પાછળ પણ ત્રણ નેતાઓ છે જેના લીધે પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીના કિલ્લામાં સેંધમારી કરી લીધી. ગયી ચૂંટણી કરતાં આ વખતે ભાજપે બંગાળમાંથી 18 સીટો વધારે મળી છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના આક્રમક પ્રચારને પહોંચી વળવા માટે અમિત શાહે કૈલાશ વિજયવર્ગીયને કમાન સોંપી હતી અને જેમને મમતા દીદીના કિલ્લામાં સેંધમારી કરી લીધી. કૈલાશ વિજયવર્ગીય મમતાની જેમ પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. 2015થી પ્રભારી તરીકે કૈલાશ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળમાં ઉતારી દેવાયા હતા. કૈલાશ વિજયવર્ગીય દરેક ભાજપના કાર્યકરો જે ઘાયલ થયા તેમના ઘરે ગયા હતા અને એ સાબિત કરવામાં સક્ષમ રહ્યાં છે પાર્ટી તેમની સાથે છે. આમ કાર્યકર્તાઓની ઉર્જામાં એક નવો સંચાર કૈલાશ વિજયવર્ગીયે કરી દીધો.

READ  VIDEO: ખંભાતમાં જૂથ અથડામણના વિરોધમાં સજ્જડ બંધ, તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માગ

આ પણ વાંચો:  આખા શહેરની સિસ્ટમને હેક કરીને હેકર માગી રહ્યો છે આટલા લાખ રુપિયા, 19 દિવસથી સિસ્ટમ છે ઠપ્પ

મુકુલ રૉયને પણ આ ત્રણ નેતામાંથી એક છે. જે ટીએમસીના સંસ્થાપક હતા અને કેવી રીતે ટીએમસી ચાલે છે વગેરે જ્ઞાન ધરાવે છે. તેઓ ભાજપે પોતાની સાથે લઈ લીધી અને રોયે ટીએમસી છોડી દીધી. ભાજપે ઈલેક્શન કમિટિના ઈન્ચાર્જ બનાવી દીધા અને કાર્યકર્તાઓની ફોજ બંગાળમાં મુકુલ રૉયે ઉભી કરી દીધી. આમ ટીએમસીના કાર્યકરોને ભગવા નેજા હેઠળ લાવવામાં મુકુલ રૉયનો મોટો હાથ છે જેના દ્વારા સરળતાથી ભાજપે બંગાળમાં મમતા દીદીના કિલ્લામાં તિરાડ પાડી દીધી.

READ  વિદ્યાર્થીએ આપી કોલેજને ધમકી 'વિદેશમાં નોકરી અપાવો નહીં તો આખી કોલેજને બોંબથી ઉડાવી દઈશ'

ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો તેનું નામ છે દિલીપ ઘોષ જે સંઘના પૂર્વ પ્રચારક રહી ચૂક્યાં છે. દિલીપ ઘોષને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવા માટે અમિત શાહને રાજી કૈલાસ વિજયવર્ગીયે કરાવ્યા અને તેના લીધે જ દિલીપ ઘોષે પોતાના સંચાલનથી નવા કાર્યકર્તાઓને ભાજપ સાથે જોડી દીધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે

આમ આ ત્રણ નેતાઓની રણનીતિ બનાવી હતી તે યોગ્ય સાબિત રહી અને મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડવામાં સફળતા મળી. અમિત શાહ અને મોદીની જોડી પાછળ રહીને આ ત્રણ નેતાઓએ બંગાળમાં સેંધમારી કરી દીધી.

Oops, something went wrong.

FB Comments