આ 3 રાજ્યમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી દીધો ઈનકાર

west-bengal-punjab-and-kerala-refuse-to-implement-the-citizenship-amendment-bill

નાગિરકતા સંશોધન બિલને લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવવામાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે અને તેમના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે. અમિત શાહે એનઆરસીને આખા દેશમાં લાગુ કરવાની વાત કરી છે ત્યારે જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તે રાજ્યો આ બિલને નકારી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

after passing in lok sabha citizenship amendment bill 2019 to be passed in rajya sabha citizenship amendment bill lok sabha ma pass have rajya sabha mathi pass karavvani taiyari jano shu che rajya sabha nu ganit

આ પણ વાંચો :   એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની સરકાર છે. મમતા બેનર્જી ત્યાં મુખ્યમંત્રી છે અને તેઓ પહેલાથી એનઆરસીનો વિરોધ કરી રહ્યાં છે. મમતા બેનર્જીએ સ્પષ્ટ રીતે કહીં દીધું છે કે તેઓ આ બિલને પશ્ચિમબંગાળમાં લાગુ નહીં થવા દે. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ત્યાંના કોઈપણ નાગરિકને શરણાર્થી બનવા નહીં દે અને ના તો આ બિલને પશ્ચિમ બંગાળમાં લાગુ થવા દેશે.

READ  ભાજપમાં નારાજગીનો સૂર યથાવત, સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

mamata-banerjee against citizenship amendment bill

આ બાજુ કેરાલામાં પણ આ બિલને લઈને મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે તેઓ આ બિલને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. તેઓએ કહ્યું કે કેરલ આ બિલને કબૂલ કરશે નહીં. આ બિલ અસંવિધાનિક છે. કેન્દ્ર સરકાર ભારતને ધાર્મિક અને આર્થિક રીતે વહેંચવાની કોશિશ કરી રહી છે. આ સમાનતા અને ધર્મ નિરપેક્ષતાને ખતમ કરવામાં માટે લેવાયેલું પગલું છે.

READ  સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો પંજાબમાં પણ કોંગ્રેસની સરકાર છે. ત્યા કેપ્ટન અમરિંદરસિંહે આ બિલને લાગુ ન થવા દેવાની વાત કરી છે. આ બિલને લઈને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અસમ, ત્રિપુરા અને મેઘાલયમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને લોકો રસ્તાંઓ પર ઉતરી ગયા છે. આ ભારે વિરોધ પ્રદર્શનના લીધે સરકારે ઈન્ટરનેટ બંધ કરવાનો વારો આવ્યો છે અને અર્ધલશ્કરી દળના અંદાજે 5 હજાર જવાનો ત્યાં પરિસ્થિતિ થાળે પાડવા માટે મોકલવામાં આવ્યા છે.

READ  વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર

 

Oops, something went wrong.
FB Comments