વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે મેચમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

west indies same ni ODI match ma Indian team ne moto jatko bhuvneshwar kumar thayo injured

વેસ્ટ ઈન્ડીઝની સાથે રવિવારથી શરૂ થનારી વન-ડે સીરીઝ માટે ઈજાગ્રસ્ત બોલર ભૂવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભૂવનેશ્વર કુમારનું ઈજાગ્રસ્ત થવું ભારત માટે સૌથી મોટો ઝટકો છે. કારણ કે તે અનુભવી અને ડેથ ઓવરોના સ્પેશિયાલિસ્ટ બોલર છે.

અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતીએ શાર્દુલ ઠાકુરને ટીમમાં શામેલ કરવાની ઔપચારિક જાહેરાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે ભૂવનેશ્વર કુમારની ભરપાઈ શાર્દુલ ઠાકુર કરી શકશે કે નહીં. શાર્દુલ ઠાકુરની વાત કરવામાં આવે તો તેમને છેલ્લી વન-ડે મેચ સપ્ટેમ્બર 2018માં એશિયા કપ ટૂર્નામેન્ટ દરમિયાન રમી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

ભૂવનેશ્વર કુમાર વેસ્ટ ઈન્ડીઝની સાથે યોજાયેલી ટી-20 સીરીઝમાં રમ્યા હતા. આ સીરીઝની છેલ્લી મેચ મુંબઈમાં રમાઈ હતી. તે મેચ દરમિયાન તેમને Groin injury ની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ભૂવનેશ્વર કુમારનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે તેમને હર્નિયાની સમસ્યા છે. તેને લઈ હવે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે અને ઝડપી જ આ સમસ્યાનો કોઈ નિર્ણય લેવામાં આવશે.

READ  વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં મોટો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી અને રોહિત શર્મા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વન-ડે સીરીઝની પ્રથમ મેચ 15 ડિસેમ્બરે ચેન્નાઈમાં રમાશે. જે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રીષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, યૂજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

READ  WORLD CUP-2019: તમે ઉપરથી નીચે થઈ જશો તો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ટિકિટ નહીં મેળવી શકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Gujarat: 3 breaches in different canals of Banaskantha| TV9News

FB Comments