સાવધાન ! એક હૈદરાબાદી શખ્સ દેશના આ 3 રાજ્યોમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનો પર કરી શકે છે આતંકી હુમલાઓ, ગુજરાત પણ તો નથી નિશાને ? જાણવા માટે વાંચો આ ખબર : VIDEO

પશ્ચિમ રેલવેએ આતંકવાદી હુમલાની શંકાને જોતા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના તમામ રેલવે સ્ટેશનો પર ઍલર્ટ જાહેર કરી સલામતી બંદોબસ્ત વધારી દીધો છે.

 

ગુપ્તચર રિપોર્ટના આધારે રેલવે સલામતી દળ (RPF)એ લાંબા અંતરની ટ્રેનો ખાસ તો જમ્મુથી આવતી-જતી ટ્રેનો પર ખાસ નજર રાખવાના નિર્દેશો જાહેર કર્યા છે. આ સાથે જ અમદાવાદ સહિત ત્રણેય રાજ્યોમાં સઘન સલામતી બંદોબસ્ત અને સાવચેતી તથા તપાસ વિગેરે હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ મુંબઈના ચર્ચગેટમાં આરપીએફના આઈજી દ્વારા ગત 22 ફેબ્રુઆરીએ મુંબઈ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગરમાં આરપીએફ પ્રમુખોને મોકલાયેલા પત્રમાં આતંકી હુમલાની શંકાને જોતા ઍલર્ટ રહેવા માટે કહેવાયું છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદીઓ રેલવે સ્ટેશનો, મંદિરો અને સ્ટૅચ્યૂ ઑફ યુનિટીને નિશાન બનાવી શકે છે.

આરપીએફને રાજ્ય તથા સ્થાનિક સલામતી એજન્સીઓ સાથે મળી સલામતીના સચોટ બંદોબસ્ત કરવાના નિર્દેશો અપાયા છે. વરિષ્ઠ અધિકારીઓએ તમામ સલામતી એજન્સીઓને સંવેદનશીલ સ્ટેશનોનું લિસ્ટ સોંપ્યું છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ દેશમાં થનાર આ સંભવિત હુમલાઓની જવાબદારી હૈદરાબાદના એક શખ્સ પર છે કે જેના સંબંધો આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે છે. કહેવાઈ રહ્યું છે કે આ હૈદરાબાદી શખ્સ પુલવામા આતંકી હુમલામાં પણ સામેલ રહ્યો છે.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ રવિન્દ્ર ભાખડે કહ્યું, ‘સિક્યુરિટી ઍલર્ટને જોતા પશ્ચિમ રેલવેએ 27 ફેબ્રુઆરીએ મુંબઈ જીઆરપીના અધિકારીઓ તથા 28 ફેબ્રુઆરીએ જીઆરપીના કમિશનર સાથે મીટિંગ કરી અને રેલવે સંકુલોની સાથે જ ટ્રેનોની સલામતી માટે એક્શન લેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. તમામ પોસ્ટોને ઍલર્ટ કરી દેવાઈ છે. શહેર પોલીસો પણ તેમાં સહકાર આપશે.’

જુઓ VIDEO :

Video of Rain water dripping off the bridge and pouring on Gandhiji Statue goes viral, Ahmedabad

FB Comments

TV9 Web Desk7

Read Previous

PM મોદીની ફરી ગર્જના : ‘અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો, આ દેશ અર્થ બદલવાની તાકાત ધરાવે છે, હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા ધ્યાનથી જુએ છે’, VIDEO

Read Next

વાહ રે પાકિસ્તાનીઓ ! હવામાં અભિનંદનનું વિમાન ક્રૅશ થયા બાદ પાકિસ્તાનીઓએ પોતાના જ ક્રૅશ થયેલા F-16ના પાયલૉટને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો !

WhatsApp પર સમાચાર