કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી, ટેસ્ટમાં પણ ઘટાડો કર્યો નથી: DyCM નીતિન પટેલ

We've not reduced coronavirus testing in Gujarat, says Dy.CM Nitin Patel Corona na koi aankda chupavya nathi test ma pan ghatado karyo nathi: DyCM Nitin Patel
ફાઈલ ફોટો

દેશમાં લોકડાઉન પૂર્ણ કરીને હવે અનલોક-1 લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે હવે વધુને વધુ લોકો ઘરની બહાર નિકળશે અને ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થશે તથા સમગ્ર ગુજરાતને છૂટછાટ આપી છે. ત્યારે કોરોનાની કામગીરીના સવાલને લઈ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે અમારી કામગીરીને હાઈકોર્ટે પણ બિરદાવી છે.

READ  લોકસભાની ચૂંટણી સમયે ફરી ઉઠ્યાં નોટબંધીના પ્રશ્ન, RBIની પાસે હજી પણ નથી મળી રહ્યા પૂરતા ડેટા, RTI માં થયા ચોંકવનારા ખુલાસા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમારી કામગીરીમાં ગુજરાતની જનતાને વિશ્વાસ છે. અમે કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી. જ્યાં સુધી જરૂર હતી, ત્યાં સુધી માહિતી આપી. આંકડાઓ આપવાથી લોકોમાં ડરનો માહોલ છવાતો હતો. સતત આંકડાઓ આપવાથી લોકોને માનસિક અસર પડતી હતી. કોરોનાના ટેસ્ટ ઘટાડવાના પ્રશ્નને લઈને નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે ટેસ્ટ ઘટાડ્યા નથી, રોજના પાંચથી સાડા પાંચ હજાર ટેસ્ટ થાય છે, તેથી ટેસ્ટનું પ્રમાણ ઘટાડ્યુ છે, તેવા આક્ષેપો સાચા નથી.

READ  અમદાવાદ: લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી, ગાયકવાડ હવેલી નજીક 1 કલાકમાં 7 કેસ દાખલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments