VIDEO: ખેડૂતો માટે રાહતના સમાચાર, યુરિયા ખાતરનો 19 હજાર મેટ્રિક ટન જથ્થો ડીસા રેલવે સ્ટેશન પહોંચ્યો

What A Relief ! 19 thousand metric tonnes Urea reached Deesa railway station kheduto mate rahat na samachar urea khatar no 19 hajar metric tonne jatho deesa railway station pohchyo

બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયા ખાતરની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો છે. યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા રેલવે સ્ટેશન પર 42 હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો ઉતર્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Farhan Akhtar shares his experience of working in 'Wazir' - Tv9 Gujarati

કુલ 19 હજાર મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં આવતા હવે યુરિયાની તંગી દૂર થશે. આજે વહેલી સવારે ડિસા રેલવે સ્ટેશન પર યુરિયાનો જથ્થો ઉતાર્યો છે. તે માટે લોડીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 10 જેટલી ખેતીવાડી વિભાગની ટીમો સાથે મળી દરેક તાલુકા મથક સુધી યુરિયા ખાતર પહોંચે તે માટે કામગીરી કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં જ્યારે યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લા માટે આવ્યું છે, ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી દૂર થશે.

READ  ગુજરાતની કઈ APMCમાં ચોખા વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત

FB Comments